મોરબીના પરશુરામ ધામ ખાતે પ્રજ્ઞાચક્ષુ વાદ્યવૃંદ ઓરકેસ્ટ્રાનો કાર્યક્રમ

પ્રજ્ઞાચક્ષુ વાદ્યવૃંદના સથવારે લોકો ગરબે ઘૂમ્યા 

અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓથી જાણીતા ભારત વિકાસ પરિષદ મોરબી દ્વારા પ્રજ્ઞાચક્ષુઓને પોતાની કલા રજૂ કરવા માટે યોગ્ય મંચ મળે તે હેતુથી પરશુરામ ધામ મોરબી ખાતે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું

જેમા ભારત વિકાસ પરિષદ મોરબીના સભ્યો પરિવાર સાથે અલબેલી અંતાક્ષરી રમ્યા હતા સાથોસાથ પ્રજ્ઞાચક્ષુ વાધવૃંદના સથવારે મન મૂકીને ગરબે પણ ઘુમ્યા હતા. કાર્યક્રમમાં ભારત વિકાસ પરિષદના સૌરાષ્ટ્રના કાર્યકારી અધ્યક્ષ પ્રફુલભાઈ ગોસ્વામી, વિભાગીય મંત્રી ગૌતમભાઈ પટેલ જેઠસુરભાઈ ગુજરીયા પરશુરામ ધામના ભુપતભાઈ પંડ્યા સહિતના આગેવાનોએ પણ ઉપસ્થિત રહી કલાકારોને બિરદાવ્યા હતા.

   સમગ્ર કાર્યક્રમનું સફળ અને યશસ્વી સંચાલન મોરબીના બાળ કલાકાર વિસ્મય ત્રિવેદીએ કરેલું હતું. કાર્યક્રમને સફળ બનાવવા પ્રમુખ રવીન્દ્રભાઈ ત્રિવેદી, મંત્રી હરેશભાઇ બોપલીયા, ડો પનારા, ડો મનુભાઈ કૈલા, દિલીપભાઈ પરમાર, પંકજ ફેફર સહિતનાએ જહેમત ઉઠાવી હતી.

Comments
Loading...
WhatsApp chat