મોરબીના વાઘપરામાં ગંદા પાણીથી ત્રસ્ત લત્તાવાસીઓનું પાલિકાએ સરઘસ

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

ઢોલ નગારા સાથે કચેરી પહોંચ્યા, પ્રમુખ અને ચીફ ઓફિસર ગેરહાજર

        મોરબીના વાઘપરા વિસ્તારમાં દુષિત પાણી આવતું હોય અને પાયાના પ્રશ્નોથી પીડિત લત્તાવાસીઓ આજે ઢોલ નગારા સાથે સરઘસ કાઢીને કચેરીએ પહોંચ્યા હતા અને પાલિકા કચેરીએ હંગામો કરી વિરોધ દર્શાવ્યો હતો

        મોરબીના વાઘપરા શેરી નં ૧૩ ના રહેવાસીઓનું ટોળું આજે પાલિકા કચેરીએ ઢોલ નગારા સાથે સરઘસ રૂપે પહોંચ્યું હતું વિસ્તારમાં દુષિત પાણી એક માસથી આવે છે તેમજ ગંદકી સહિતના પ્રશ્નો અંગે અનેક રજૂઆત છતાં કોઈ નિવેડો ના આવતા આજે મહિલાઓ અને પુરુષોનું ટોળું પાલિકા કચેરી પહોંચ્યું હતું અને આવેદન સાથે લાવ્યા હતા જોકે રાબેતા મુજબ પાલિકા પ્રમુખ કે ચીફ ઓફિસર પાલિકા કચેરીએ હાજર ના હોય જેથી મહિલાઓનું ટોળું વિફર્યું હતું અને ઉગ્ર સુત્રોચ્ચાર કર્યા હતા દુષિત પાણી પણ મહિલાઓ પાલિકાના નીમ્ભર તંત્રને બતાવવા સાથે લાવ્યા હતા પરંતુ લત્તાવાસીઓની અરજ સંભાળનાર કોઈ મળ્યું ના હતું ત્યારે પ્રશ્નનો નિરાકરણ લાવવા માંગ કરી હતી અને જો પ્રશ્ન ના ઉકેલાય તો પાલિકા કચેરીએ તાળાબંધી કરવાની ચીમકી ઉચ્ચારી છે  

Comments
Loading...
WhatsApp chat