હળવદ તાલુકામાં સતવારા સમાજ દ્રારા ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો.

મોરબી જીલ્લાના હળવદ તાલુકામાં સતવારા બાળ-યુવા કેળવણી મંડળ  દ્રારા ઇનામ વિતરણ કાર્યકર્મ આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં સતવારા સમાજ કન્યા છાત્રાલય ખાતે રાખેલ હતો.સતવારા સમાજના વિધાર્થીઓએ ઉચ્ચ પરિણામ હાંસલ કરેલ ધોરણ ૧૦ થી પી.એચ.ડી. સુધીના વિધાર્થીઓને ઇનામ આપી સન્માન કરવામાં આવ્યું હતું.જેમાં ‘કોન બનેગા કરોડ પતિ’ માંથી રમી આવેલ રૂપાભાઇ દલવાડી સન્માન કરવામાં આવ્યું હતું. હળવદ તાલુકાના સતવારા સમાજના જાન્યુઆરી -૨૦૧૬ પછી નિવૃત થયેલ કર્મચારી તેમજ સરકારી વિભાગમાં જાન્યુઆરી-૨૦૧૬ થી સરકારી નોકરી જોઈન્ટ હોય તેવા કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું .સાથે સાથે બાળકો દ્રારા એક ભવ્ય જોવાલાયક અદૃભુત સાંસ્કૃતિ કાર્યક્રર્મ કરવામાં આવ્યો હતો.મોટી સખ્યામાં સતવારા સમાજના આગેવાનો અને લોકો ઉપસ્થિત રહ્યા હતા.મહેમાન તરીકે શંકરભાઈ દલવાડી તેમજ નગરપાલિકા પ્રમુખ રણછોડભાઈ દલવાડી તેમજ સમાજ ના આગેવાનો હાજર રહ્યા હતા.આ કાર્યક્રમ ને સફળ બનવા સતવારા બાળ-યુવા કેળવણી મંડળ એ જહેમત ઉઠાવી હતી.

 

 

Comments
Loading...
WhatsApp chat