ટંકારાની એમ.પી.દોશી સ્કૂલના આચાર્યએ પીએચડીની પદવી પ્રાપ્ત કરી



ટંકારાની એમ.પી. દોશી વિધાલયમાં આચાર્ય તરીકે કાર્યરત ખાંભલા વાઘાભાઈ આલાભાઈએ સૌરાષ્ટ્ર યુનીવર્સીટીમાંથી પીએચડીની ડીગ્રી પ્રાપ્ત કરી શાળા પરિવાર અને ટંકારા પંથકનું ગૌરવ વધાર્યું છે
ખાંભલા વાઘાભાઈ આલાભાઇએ ધોરાજીની કે.ઓ.શાહ કોમર્સ કોલેજના આચાર્ય ડો. સી.વી.બાલધાના માર્ગદર્શન હેઠળ સૌરાષ્ટ્ર યુનીવર્સીટીમાંથી સ્વામી દયાનંદ સરસ્વતી કૃત ઋગ્વેદાદિ ભાષ્યભૂમિકા એવમ સંસ્કારવિધિ કે સંદર્ભમેં સમાજ વ્યવસ્થા વિષય પર શોધ નિબંધ રજુ કર્યો હતો અને સૌરાષ્ટ્ર યુનીવર્સીટીએ તેમને પીએચડીની પદવી એનાયત કરી છે જે સિદ્ધિ બદલ શાળા પરિવારે અભિનંદન પાઠવ્યા છે અને તેઓએ સમગ્ર ટંકારા પંથકનું ગૌરવ વધાર્યું છે

