નવયુગ સંકુલના પ્રમુખે જન્મદિવસ નિમિતે કર્યો સ્વચ્છતા અભિયાનનો સંકલ્પ

સ્વચ્છતા અંગે લોકોને જાગૃત કરવા અનોખી પહેલ

નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના પ્રમુખ પી.ડી. કાંજીયા પોતાના પ્રત્યેક જન્મદિવસ નિમિતે એક સંકલ્પ કરે છે અને તા. ૧૦-૧૦-૨૦૧૮ ના રોજ તેમનો જન્મદિવસ હોય જે નિમિતે પી.ડી. કાંજીયા દ્વારા સ્વચ્છતા અભિયાનનો સંકલ્પ કરવામાં આવ્યો છે

પોતાના જન્મદિવસ નિમિતે નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના પ્રમુખ પી.ડી. કાંજીયાએ જીઆઈડીસીથી નવયુગ વિદ્યાલય સુધી પંચવટી મેઈન રોડ અને તેમાં આવતી સોસાયટીઓ, ચિત્રકૂટ ચોક દત્તક લઈને સ્વચ્છતા માટેનો સંકલ્પ કર્યો છે જેમાં આ વિસ્તારને સ્વચ્છ રાખવાની જવાબદારી સ્વખર્ચે પોતે સ્વીકારી છે અને તેમની ટીમ આ વિસ્તારોને સ્વચ્છ રાખશે તો આ કાર્યમાં જ્યાં રસ્તામાં ગાબડા, પાઈપલાઈન ડેમેજ કે ગટર ડસ્ટબિન જેવી જરૂરિયાત હોય ત્યાં પાલિકા કચેરીને સહયોગ આપવા માટે ચીફ ઓફિસરને પત્ર પાઠવ્યો છે

તેમજ આં બે વિસ્તારને દત્તક લીધા હોય જેથી લોક જાગૃતિ કેળવાય અને લોક ભાગીદારી સાથે આ કાર્ય સિદ્ધ કરવા સહકાર પ્રાપ્ત થશે તેવો આશાવાદ પણ વ્યક્ત કર્યો છે

ચીફ ઓફિસરે વિભાગોને સહકાર માટે સુચના આપી

નવયુગ સંકુલના પ્રમુખે જન્મદિવસ નિમિતે સામાજિક જવાબદારીઓને સાંકળીને સુંદર સંકલ્પ કર્યો છે અને પાલિકા કચેરી પાસેથી સહયોગની અપેક્ષા વ્યક્ત કરી છે જેને પાલિકા કચેરી પણ આવકારી રહી છે પાલિકા ચીફ ઓફિસર ગીરીશ સરૈયાએ આ અંગે બાંધકામ શાખા, સેનિટેશન શાખા અને એન.યુ.એલ.એમ શાખાને લેખિત જાણ કરી પી.ડી. કાંજીયાને સ્વચ્છતા અભિયાન માટે વિસ્તારમાં ગાબડા, પાણીની અને ડેનેજ પાઈપલાઈન ડેમેજ હોય તે રીપેરીંગ કરવા સુચના આપી છે અને જરૂરી કચરાના ડસ્ટબિન અને સોસાયટી વિસ્તારમાં નિયમિત ડોર ટૂ ડોર કામગીરી માટે જરૂરી મદદ કરવા સુચના આપી છે

Comments
Loading...
WhatsApp chat