મોરબી લાયન્સ ક્લબના પ્રમુખે જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરી

મોરબી લાયન્સ ક્લબ સંસ્થા અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલી સંસ્થા છે તો આ સંસ્થાના અગ્રણીઓ જન્મદિવસ નિમિતે સેવાકાર્યો કરીને ઉજવણી કરતા હોય છે જેમાં લાયન્સ ક્લબ મોરબી સિટીના પ્રમુખે જન્મદિવસ નિમિતે કેરળ રાહત ફંડ અને વિધવા સહાયમાં રાશિ અર્પણ કરી જન્મદિવસની ઉજવણી કરી હતી

લાયન્સ ક્લબ મોરબી સિટીના પ્રમુખ રમેશભાઈ રૂપાલાએ જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરી હતી જેમાં જન્મદિવસ પ્રસંગે તેમને કેરળ રાહત ફંડમા રૂપિયા 21000 નું અનુદાન અર્પણ કર્યું છે તે ઉપરાંત 11 વિધવા બહેનોને 12 માસ માટે રૂપિયા 22000 નું અનુદાન આપ્યું છે અને સંસ્થા પ્રમુખ રમેશભાઈ રૂપાલા, સંસ્થા અગ્રણી મગનભાઈ સંઘાણી સહિતના અગ્રણીઓ દ્વારા 1 લાખનો ચેક લાયન્સ કિડની ડાયાલીસીસ કેન્દ્ર ને ગરીબ દર્દીઓ ને ફ્રી ડાયાલીસીસ માટે અર્પણ કરે છે ત્યારે લાયન્સ ક્લબ સિટીના પ્રમુખના સેવાકાર્યોને લાયન્સ ક્લબના સૌરાષ્ટ્ર કચ્છના ગવર્નર ચંદ્રકાન્તભાઈ દફતરીએ બિરદાવી શુભકામનાઓ પાઠવી છે

Comments
Loading...
WhatsApp chat