Billboard ad 1150*250

“વાયુ” વાવાઝોડું આવવાની શક્યતા, વહીવટી તંત્ર એલર્ટ, VIDEO

0 148
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

ભારતીય દક્ષિણ મહાસાગરમાં ઉદ્દભવેલ હવાનું લોપ્રેસર ચક્રવાતમાં પરિવર્તિત થઈ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ તરફ આવીને ખાનાખરાબી સર્જવાની આશંકાને કારણે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તમામ કલેકટર સહિતના ઓફિસરો અને ફાયરબ્રિગેડના કર્મચારીઓ તેમજ મામલતદાર, ટીડીઓ, પ્રાંત અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવાની સૂચના આપી જેઓ રજા પર હોય તેઓની રજા તાત્કાલિક અસરથી કેન્સલ કરી દીધી છે.

ત્યારે મોરબી જિલ્લા કલેકટર તરફથી મોરબીવાસીઓને આવનારા સંભવિત વાવાઝોડા અંગે સાવચેત કરવા એક પ્રેસ કોન્ફ્રાન્સ સંબોધી હતી.

Post ad 3

મોરબી જિલ્લા કલેકટરે જણાવ્યું હતું કે ૧૨ જૂનથી ૨૪ કલાક માટે લોકોને સાવધ રહેવા સૂચના અપાઈ રહી છે. આથી આવા સમયે ઇલેક્ટ્રિકના થાંભલા કે ઇલેક્ટ્રિકની હેવી લાઈન, વૃક્ષો, નાના-મોટા હોર્ડિંગો, જર્જરિત મકાનો નીચે આશરો ન લેવો. બની શકે તો ઘરમાં જ રહેવું. નદીના પટમાં અવર જવર ન કરવી અને નદીના પટમાં રહેતા લોકોએ પટથી દૂર જતા રહેવું. કોઈ પણ આકસ્મિક જરૂરિયાત માટે કે કોઈને રેસ્ક્યુ કરવાની પરિસ્થિતિમાં મોરબી ફાયરબ્રિગેડનો સંપર્ક સાધવો.

વધુમાં કલેકટરે જણાવ્યું હતું કે કોઈ પણ આકસ્મિક પરિસ્થિને પહોંચી વળવા મોરબીમાં નગરપાલિકા કોમ્યુનિટી હોલ, નંદકુવરબા ધર્મશાળા તથા વી.સી.ફાટક પાસે આવેલી ગર્લ્સ હાઈસ્કૂલમાં રાહત છાવણી રાખવામાં આવી છે. હાલ તો આ ”વાયુ” નામનું ચક્રવાતી વાવાઝોડું બુધવાર થી ગુરુવાર દરમ્યાન મોરબી સુધી અસર કરે એવી આશંકા હાલ દર્શાવાઇ રહી છે. આમ છતાં પળ પળ બદલતી રહેતી પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.

મોરબી જિલ્લાના કુલ ૩૪૮  ગામો પૈકી ૩૯  ગામો અને તેના ૫૯૫૩ નાગરિકો આ વાવાઝોડાના સંભવિત અસરકર્તાઓ હોઈ શકે છે એમ માનીને ૪૮  સ્કૂલો અને ૫ અન્ય આશ્રય સ્થાનો જેવા કે કોમ્યુનિટી હોલ અને જ્ઞાતિ-સમાજની વાડીઓ સહિત કુલ ૫૩ આશ્રય સ્થાનો સરકારી તંત્રે અંકે કરી લીધા છે. આવા આશ્રયસ્થાનો પર વીજળીનો પુરવઠો જળવાઈ રહે એ માટે પી.જી.વી.સી.એલ સતર્ક છે. નવલખી પોર્ટ ખાતે સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા તમામ તૈયારીઓ પુરી કરી લેવામાં આવી છે. કુલ 160 માછીમારોની બોટ પરત બોલાવી લેવાઈ છે. ૪૦૦૦ જેટલા માછીમારોને દરિયામાંથી પરત બોલાવી લેવાયા છે. વાયુ નામના વાવાઝોડાને ધ્યાનમાં રાખીને એન.ડી.આર.એફની એક ટુકડી મોરબીને ફાળવી દેવામાં આવી છે

લોકોને પોતાના મોબાઈલ, બેટરી, ટોર્ચ, જેવા ઉપકરણો ચાર્જ રાખવા તેમજ ખોટી અફવાઓથી ભરમાવવું નહિ તેમજ ખોટી અફવાઓ ન ફેલાવવા પણ તાકીદ કરાઈ છે. સરકારી તંત્ર પુરી રીતે સુસજ્જ છે આથી નાહકના ગભરાયા વગર શાંતિ જાળવી તંત્રને સહકાર આપવા કલેકટરે લોકોને અપીલ કરી છે.

Comments
Loading...
Share This
WhatsApp chat