Billboard ad 1150*250 Billboard ad 1150*250

એલ.ઈ. કોલેજના વિદ્યાર્થીઓની લાઈબ્રેરીની જગ્યાનો કબજો અન્યને સોપી દેવાયો

પટેલ સોશ્યલ ગ્રુપે જીલ્લા કલેકટરને આવેદન પાઠવ્યું, ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી

મોરબીની એલ.ઈ. કોલેજના વિદ્યાર્થી ગ્રુપ દ્વારા લાઈબ્રેરી માટે જગ્યા લેવામાં આવી હોય જે જગ્યાનો કબજો અમુક ટ્રસ્ટીઓએ બારોબાર અન્ય પાર્ટીને આપી દીધો હોવાની ચોકાવનારી રજૂઆત વિદ્યાર્થી સંસ્થા દ્વારા કરવામાં આવી છે.

મોરબીની લખધીરસિંહજી એન્જીનીયરીંગ કોલેજના પટેલ સોશ્યલ ગ્રુપ દ્વારા આજે જીલ્લા કલેકટરને આવેદન પાઠવી જણાવ્યું છે કે પટેલ સોશ્યલ ગ્રુપ મોરબીમાં ૧૯૮૨ થી કાર્યરત છે જે સંસ્થા દ્વારા ૨૦૧૩ માં એલ.ઈ. કોલેજમાં ઈજનેર કરતા વિદ્યાર્થીઓના લાભાર્થે મોરબી ખાતે સર્કીટ હાઉસ નજીક બીજા માળે ૧૩ દુકાનની છત (૨૨૦૦ સ્ક્વેર ફૂટ જગ્યા) પટેલ સોશ્યલ ગ્રુપ દ્વારા લેવામાં આવી હાતી ત્યારબાદ ૨૦૧૭ માં કામ ચાલુ કરવામાં આવ્યું હતું પરંતુ પટેલ સોશ્યલ ગ્રુપ ફાઉન્ડેશનના અમુક ટ્રસ્ટીઓએ વિદ્યાર્થીઓ, દાતાઓને કે ગ્રુપના આગેવાનોને વિશ્વાસમાં લીધા વગર જ ટ્રસ્ટીઓની મિલીભગતથી, મોરબીના ડો. ભાવિન ચંદે નામના વ્યક્તિને ગેરકાયદેસર રીતે કબજો આપેલ છે.

જે વ્યક્તિએ મંજુરી વિના જ કબજો લીધો છે તેમજ લેનાર પાર્ટીએ કોઈપણ દસ્તાવેજ કર્યા વગર જગ્યા પર તોડફોડ કરી છે જેથી પીએસજી ગ્રુપના વિદ્યાર્થીઓને આર્થિક રીતે નુકશાન થયું છે. વિદ્યાર્થીઓ દ્વારા છેલ્લા કેટલાક મહિનાથી ટ્રસ્ટીઓને અને લેનાર પાર્ટીને અનેક વિનંતી અને અરજી કરવા છતાં કોઈ નિરાકરણ આવ્યું નથી જેથી જો વિદ્યાર્થીઓની માંગ સ્વીકારી સાત દિવસમાં જગ્યા પરત આપવામાં નહિ આવે તો ગ્રુપના ૮૦૦ વિદ્યાર્થીઓ દ્વારા સાત ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશું અને તેમ છતાં નિરાકરણ ના આવે તો ભગતસિંહ ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે અને જે પરિણામ આવે તેની સંપૂર્ણ જવાબદારી પ્રશાસનની રહેશે તેમ જણાવ્યું છે

Comments
Loading...
WhatsApp chat