દારૂની ડીલીવરી કરવા ગયેલ બુટલેગર સહિતના બે પોલીસની ઝપટે ચડ્યા

મોરબી પંથકમાં દેશી અને વિદેશી દારૂના ધૂમ વેચાણ વચ્ચે પોલીસની દરોડા કાર્યવાહી ચાલુ છે જેમાં લાલપર નજીકથી દારૂની ડીલીવરી કરવા ગયેલ બુટલેગર અને ગ્રાહકને ઝડપી લઈને મુદામાલ જપ્ત કર્યો છે

મોરબી તાલુકા પોલીસની ટીમે ગત રાત્રીના સમયે લાલપર નજીકના હરિ ચેમ્બર નજીક બાતમીને આધારે બાઈક નં જીજે ૩૬ એમ ૧૨૪૨ સુઝુકી એક્સેસ સ્કૂટરમાં વિદેશી દારૂની ૧૨ બોટલ રાખીને આરોપી નીતેશ બચું કોળી (ઉ.વ.૨૭) રહે લાલપર ગામની સીમ વાળો તેના ગ્રાહક વિશાલ અરવિંદ કણસાગરા રહે હાલ લાલપર મૂળ બુરી ત અ. માણાવદર વાળાને દારૂની બોટલ આપવા ગયો હોય ત્યારે તાલુકા પોલીસે બુટલેગર અને ગ્રાહક એ બંને આરોપીને ઝડપી લઈને સ્કૂટર અને દારૂનો જથ્થો મળીને કુલ ૨૮,૬૦૦ નો મુદામાલ જપ્ત કરી વધુ તપાસ ચલાવી છે

Comments
Loading...
WhatsApp chat