


વાંકાનેર તાલુકાના માટેલ ગામે પોલીસમાં કરેલ અરજી બાબતે સારું નહિ લગતા ઝાપટ મારીને ધમકી આપી જાતી પ્રત્યે હડધૂત કર્યાની વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે
વાંકાનેર તાલુકાના માટેલ ગામે રહેતા નારાયણભાઈ છગનભાઈ ચાવડા (ઉ.૩૮) એ માટેલ ધરામાં ગંદુ પાણી કરવા બાબતે 3 શખ્સો વિરુદ્ધ પોલીસમાં અરજી કરેલ હોય જે માટેલ ગામે જ રહેતા હમીરભાઈ જીવનભાઈ કોળીને સારું નહિ લાગતા હમીરભાઈએ નારાયણભાઈને ઝાપટ મારી હાથ-પગ ભાંગી નાખાવની ધમકી આપી જાતિ પ્રત્યે હડધૂત કર્યાની વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે તો વાંકાનેર તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.