મારકૂટ કરતા પતિ અને સાસરિયાઓ સામે પરિણીતાએ નોંધાવી પોલીસ ફરિયાદ

મોરબીના નગરદરવાજા વિસ્તારમાં રહેતી પરિણીતાએ પોતાના પતિ અને સાસુ-સસરા  વિરુદ્ધ શારીરિક-માનસિક ત્રાસ આપીને મારકૂટ કર્યાની ફરિયાદ મોરબી મહિલા પોલીસ મથકમાં નોંધાવી છે,

મળતી વિગત મુજબ મોરબીના નગરદરવાજા વિસ્તારમાં આવેલ પખાલી શેરી અને હાલ નવલખી રોડ પર આવેલ કુબરનગરમાં રહતી નિમિષા નીરજભાઈ ચાવડા(ઉ.૨૭)એ મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે લગ્નના સમયથી અવારનવાર પતિ નીરજ ભીખાભાઈ ચાવડા તેણી સાથે ઝધડો કરી ગાળો આપીને મારમારતા અને તેના સાસુ સરોજબહેન ભીખાભાઈ ચાવડા અને સસરા ભીખાભાઈ પ્રેમજીભાઈ ચાવડા તેણીને અવરનવર ઘરકામ બાબતે મેણા-ટોણા મારીને શારીરિક-માનસિક ત્રાસ આપતા હોવાની ફરિયાદ નોંધાવી છે.મોરબી મહિલા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Comments
Loading...
WhatsApp chat