


મોરબી તાલુકાના બગથળા ગામેથી રહેણાંક મકાનના પાછળના ભાગેથી મોરબી તાલુકા પોલીસે દરોડો પાડી વિદેથી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો.
મળતી વિગત મુજબ મોરબી તાલુકાના બગથળા ગામે રહેણાંક મકાન પાછળના ભાગે વિદેશી દારૂનો જથ્થો છુપાવ્યો હોવાની ખાનગી બાતમીના આધારે મોરબી તાલુકા પોલીસે દરોડો પાડતા રહેણાંક મકાન પાછળ પતરા અને ગોદળા નીચે સંતાડી રાખેલ વિદેશી દારૂની બોટલ નંગ-૧૦૧ કીમત રૂ.૩૦,૩૦૦ ઝડપી પાડ્યો હતો આરોપી મુકેશ ડાયાભાઇ ચાવડા નામ ખુલતા પોલીસે તેને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા છે.

