Billboard ad 1150*250

માળીયાના ચીખલી ગામે લગ્નમંડપમાં પોલીસ પહોંચી, જાણો પછી શું થયું ?

0 123
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

જુગારના દરોડા કરવા  ગયેલ પોલીસ સાથે મહિલાઓની બોલાચાલી 

માળિયા તાલુકાના ચીખલી ગામે લગ્નના આયોજન હોય જેમાં કેટલાક લોકો જુગાર રમતા હોય જેની કાર્યવાહી કરનાર પોલીસ અને લોકો વચ્ચે બોલાચાલી થઇ હતી બાદમાં મહિલાઓ દંડા લઈને આવી હતી અને પોલીસ સાથે ધર્ષણ થયું હતું પોલીસે પણ તેનો વળતો જવાબ આપવો પડ્યો હતો જેમાં એક સગીરાની ઈજા થઇ હતી.
           

માળીયા તાલુકાના ચીખલી ગામે પોલીસ પેટ્રોલીગમાં હોય દરમિયાન ગામમાં ચાલતા લગ્ન પ્રસંગમાં પીઠી ની વિધિ ચાલતી હોય દરમિયાન કેટલાક લોકો જુગાર રમતા હોવાની બાતમીના આધારે માળીયા પોલીસ સ્ટાફ ત્યા ગયો હતો દરમિયાન પોલીસને જોઈને જુગાર રમતા શખ્સો ભાગવા લાગ્યા હતા અને પોલીસે કાર્યવાહી કરવા જતા મહિલાઓ મહિલાઓ હાથમાં દંડા લઇને આગળ આવી હતી અને પોલીસ કર્મચારી સાથે ધર્ષણ થયું હતું. જેથી પોલીસને પણ સ્વબચાવમાં વળતો જવાબ આપવા પડ્યો હતો હોવાનું સુત્રો દ્વારા જાણવા મળ્યું હતું.આ બનાવમાં એક સગીરાને ઈજા થઇ હોવાની તેને મોરબી સારવાર અર્થે ખસેડવામાં આવી હતી.જો કે આ મામલે હજુ સુધી કોઈ સત્તાવાર પોલીસ ફરિયાદ નોંધાઈ નથી.

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat