સુરેન્દ્રનગરમાં હત્યાના ગુન્હામાં ફરાર આરોપીને માળિયા પોલીસે ઝડપી લીધો

હાલ મોરબી જીલ્લા પોલીસ રથયાત્રાના અનુસંધાને પેટ્રોલિંગ અને વાહન ચેકિંગ કરતી હોય જે દરમિયાન આજે સુરેન્દ્રનગરમાં હત્યાના ગુન્હામાં ફરાર આરોપીને ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી જીલ્લા પોલીસવડા જયપાલસિંહ રાઠોડના માર્ગદર્શન હેઠળ માળિયા પીએસઆઈ જે.ડી. ઝાલાની ટીમ આજે વાહન ચેકિંગ અને નાસતા ફરતા આરોપીને શોધી કાઢવાની કામગીરી કરતી હોય જે દરમિયાન માળિયા ત્રણ રસ્તા વાહન ચેકીગમાં હીરો હોન્ડા મોટરસાયકલ નં જીજે ૧૩ એજે ૫૬૦૬ શંકાસ્પદ જણાતા રોકી બાઈકસવાર ઉમંગ લલિત ઠક્કર રહે. પાટડી જી. સુરેન્દ્રનગર વાળાની પૂછપરછ કરતા તા. ૧૧-૦૭-૧૮ ના ધામા ગામે કિંજલબેન ખોડાભાઈ પાનવેયાની છરીના બે ઘા મારી હત્યા નીપજાવી હોવાની માહિતી મળતા આ અંગે ઝીંઝુવાડા પોલીસ મથકમાં ગુન્હો નોંધાયેલો હોય જે આરોપીની અટકાયત કરી સુરેન્દ્રનગર પોલીસને સોપવાની તજવીજ હાથ ધરી છે.

Comments
Loading...
WhatsApp chat