મોરબી ગાંજા હેરાફેરી પ્રકરણમાં પોલીસે વધુ એક આરોપીને દબોચી લીધો

પોલીસે મહિલા સહીત કુલ પાંચ આરોપીને ઝડપ્યા

મોરબીમાં ગાંજાની હેરાફેરી પ્રકરણમાં અગાઉ મહિલા સહીત ચાર આરોપીઓ ઝડપાયા બાદ વધુ એક આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે અને રાજકોટના જંગલેશ્વર વિસ્તારના રહેવાસી આરોપીને ઝડપી લઈને વધુ પૂછપરછ ચલાવી છે

મોરબી પંથકમાં ગાંજાની હેરાફેરી પ્રકરણમાં ચોક્કસ બાતમીને આધારે ઓટો રીક્ષા સાથે હાજી ગની ભટ્ટી અને હિતેશ પીતાંબર મલ્લહર એ બે શખ્શોને ઝડપી લઈને સાડા નવ કિલો ગાંજાનો જથ્થો ઝડપી લેવાયો હતો તો આરોપીઓના રિમાન્ડ દરમિયાન આરોપી મહમદ બચું ગાલબ રહે. મોરબી અને રસીદાબેન અમીનભાઈ રહે. રાજકોટ ગાયકવાડી વાળીને ઝડપી લેવામાં સફળતા મળી હતી

તો ગાંજા પ્રકરણમાં જીલ્લા પોલીસવડા ડો. કરનરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ એ ડીવીઝન પીઆઈ આર જે ચૌધરીની ટીમે સઘન તપાસ ચલાવી હોય અને ગાંજાની હેરાફેરીમાં સંડોવાયેલા અન્ય ઇસમોને ઝડપી લેવાની કવાયતમાં આરોપી હાસમશા બાવાશા શાહમદાર રહે. રાજકોટ જંગલેશ્વર વાળાને ઝડપી લેવામાં સફળતા મળી છે અને આરોપીની વધુ પૂછપરછ ચલાવી છે

Comments
Loading...
WhatsApp chat