મોરબીના પંચાસર રોડ પર યુવાને ઝેરી દવા પી આપઘાત કર્યો

મોરબીના પંચાસર રોડ પરના રહેવાસી યુવાને કોઈ કારણોસર ઝેરી દવા પી જતા તેને સારવાર મળે તે પૂર્વે જ તેનું મોત નીપજ્યું છે પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે

મોરબીના પંચાસર રોડ પરની શ્યામ સોસાયટીના રહેવાસી હરેશ નવીનભાઈ ગોંડલીયા (ઉ.વ.૪૨) નામના યુવાને પોતાના ઘરે ઝેરી દવા પી લેતા તેનું મોત નીપજ્યું છે પોલીસે મૃતદેહને પીએમ અર્થે હોસ્પીટલે ખસેડ્યો છે તો મરણ જનાર યુવાન દારૂ પીવાની ટેવ વાળો હોય જે કુટેવને પગલે તેને આ પગલું ભર્યાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હોવાનું સુત્રો જણાવે છે

Comments
Loading...
WhatsApp chat