મોરબી જીલ્લામાં ન્યુમોકોક્લ વેક્સીન અભિયાનનો બુધવારથી શુભારંભ કરાશે

 

રાજ્ય સરકારની સુચના મુજબ તા. ૨૦ ને બુધવારથી સમગ્ર રાજ્યમાં ન્યુમોનિયા ન્યુમોકોક્લ વેક્સીન આપવાની કામગીરી શરુ થવાની હોય જેથી મોરબી જીલ્લામાં બુધવારથી વેક્સીન આપવાની કામગીરી શરુ કરાશે અને ત્યાર બાદના તમામ મમતા દિવસમાં રસીનો રૂટીન રસીકરણમાં સમાવેશ કરવામાં આવશે

ન્યુમોનીયા રોગ એક વ્યક્તિથી બીજી વ્યક્તિ સુધી શ્વાસોચ્છવાસ દ્વારા ફેલાય છે ન્યુમોકોક્લ વેક્સીન છ અઠવાડિયાની ઉમરથી જયારે શિશુઓને રોગોનું જોખમ સૌથી વધારે હોય છે તે સમયથી બાળકોની રક્ષા કરે છે આ રસી ન્યુમોકોક્લ રોગના સૌથી ગંભીર પ્રકાર જેવા કે ન્યુમોનિયા, મેનીન્જાઇટીસ, બેકટેરેમીયા વિરુદ્ધ રક્ષા કરે છે બાળકોને ન્યુમોકોક્લ વેક્સીનનો છ અઠવાડિયાની ઉમરે (દોઢ માસ) પ્રથમ ડોઝ, ૧૪ અઠવાડિયા (સાડા ત્રણ માસ) ઉમરે બીજો ડોઝ અને ૯ મહિનાની ઉમરે બુસ્ટર ડોઝ આપવામાં આવશે

ન્યુમોકોક્લ વેક્સીન (pcv) નો સ્ટોક મોરબી જીલ્લામાં આવી ગયો છે અને તા. ૨૦ ને બુધવારથી મોરબી જીલ્લામાં છ અઠવાડિયાની ઉમર ધરાવતા બાળકોને રસીનો પ્રથમ ડોઝ આપવાની કામગીરીનો શુભારંભ કરવામાં આવશે મોરબી જીલ્લાની સરકારી હોસ્પિટલ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, અર્બન હેલ્થ સેન્ટર ખાતે રસી આપવામાં આવશે જેનો નાગરિકોએ લાભ લેવા જીલ્લા આરોગ્ય અધિકારી ડો. જે એમ કતીરા, આરોગ્ય સમિતિના ચેરમેન હીરાભાઈ ટમાંરીયા, જીલ્લા આર.સી.એચ અધિકારી ડો. વિપુલ કારોલીયાએ અપીલ કરી છે

Comments
Loading...
WhatsApp chat