


મોરબી મા આજે સવારે જયસન સિરામીક મા રહી મજુરી કામ કરી ગુજરાન ચલાવતા ટેટીયાભાઈ રામસંગભાઈ ભાંભોર મુળ જાંબવા એમપી વાળા પોતાના પરિવાર સાથે પુલ નીચે ભરાતી રવિવારી મા ખરીદી માટે મરિવાર સાથે મોરબી આવ્યા હતા જેમા તેનો પાંચ વર્ષ નો પુત્ર આશીષ અચાનક ગુમ થઈ ગયો હતો અને આશીષ રખડતા ભટકતા રણછોડનગર પાછળ આવેલ લાયસનગર માં પહોચી જતા આ બાબત ની જાણ બી ડિવીઝન પોલીસ ને થતા પીએસઆઈ એ.બી.જાડેજા સહીત ના સ્ટાફે બાળક ના ફોટા પાડી સોશ્યલ મિડીયા માં વાયરલ કર્યા હતા
તો બીજી બાજુ આ બાળક ના પિતા સહીત ના લોકો આજુબાજુ તપાસ કરતા કરતા દરબારગઢ નજીક ડિલક્સ પાન ની દુકાન ધરાવતા ભાસ્કરભાઈ જોશી પાસે પહોચ્યા હતા અને આ બાળક ને જોયો છે કે કેમ જોવા મળે તો આ નંબર પર જાણ કરવા જણાવી નિકળી ગયા હતા
બપોર ના ત્રણ વાગ્યા ની આસપાસ એ જ બાળક નો ફોટો એક વોટ્સએપ ગૃપ માં જોવા મળતા વેપારી ભાસ્કરભાઈ એ આ વાત તેના મોટાભાઈ અને જયહિન્દ ના પત્રકાર અતુલભાઈ જોષી ને કરતા અતુલભાઈ એ તુરંત બી ડિવીઝન પીએસઆઈ એ.બી.જાડેજા નો સંપર્ક કરી તેના માતા અને પિતા ને લઈ બી ડિવીઝન પોલીસ મથકે પહોચાડી અને પોલીસ ની મદદ થી માતા પિતા સાથે ખોવાયેલા પુત્ર નુ મિલન કરાવ્યુ હતુ

