ડાક કર્મચારીની હડતાલનો સુખદ અંત, આજથી કામકાજનો પ્રારંભ

ઓલ ઇન્ડિયા ગ્રામીણ ડાક સેવક યુનિયન દ્વારા ગ્રામીણ ડાક કર્મચારીઓ માટે સાતમા પગાર પંચ નો અમલ લાગુ કરવા તથા સમાન વેતન, પેનશન પ્રથા લાગુ કરવા, મેડિકલ રજા આપવા તેમજ કાયમીનો દરજ્જો સહીત ૧૭પ્રશ્નો ઉકેલવાની માંગ સાથે છેલ્લા પંદર દિવસથી હડતાલ શરૂ કરવામાં આવી હતી જેમાં મોરબી જિલ્લાના ૨૪૦ જેટલા ગ્રામીણ ફક સેવકો જોડાયા હતા અને મુખ્ય પોસ્ટ ઓફીસ સામે ડાક કર્મીઓ સુત્રોચ્ચાર કરી ધરણા પ્રદર્શન યોજી રહ્યા હતા.દરમિયાન સરકાર દ્વારા મોટા ભાગની માંગણીઓ સંતોષાય જતા હલ્વાદનો અંત આવ્યો છે.

મોરબી જિલ્લામાં ૨૪૦ ગ્રામીણ ડાક સેવકો સાતમા પગારપંચનો લાભ ન મળતાં ઓલ ઇન્ડિયા ગ્રામીણ ડાક સેવક યુનિયન દ્વારા સાતમા પગાર પંચ માટે કમલેશ ચંદ્ર કમિટીનું ગઠન કરેલું હોય જેનો આજદિન સુધી અમલ કરવામાં નહીં આવતા ફરી એક વખત હડતાલનું શસ્ત્ર ઉગામ્યું હતું જેમાં વાટાઘાટોના અંતે સરકાર સાથે સમાધાન થતા સતાવાર રીતે હડતાલ પૂર્ણ થઈ હોવાની જાહેરાત કરવાની સાથે મોટા ભાગની માંગણીઓ સંતોષાઈ જતા ગ્રામીણ ડાક સેવકોમાં ખુશીની લહેર છવાઈ હતી.

આ હડતાલ ઓલ ઇન્ડિયા ગ્રામીણ ડાક સેવક યુનિયન, એન.યુ. યુનિયન, તથા એન.એફ.સી. અને એફ.એન.પી. દ્વારા સંયુક્ત રીતે પાડવામાં આવી હતી જેમાં આજે ડાક કર્મચારીઓ માટે સાતમા પગાર પંચ નો અમલ લાગુ કરવા તથા સમાન વેતન, પેનશન પ્રથા લાગુ કરવા, મેડિકલ રજા આપવા તેમજ કાયમીનો દરજ્જો સહીતના મોટાભાગના પ્રશ્નો ઉકેલાઈ જતા હળતાલનો અંત આવ્યો હતો.હડતાલનો અંત આવતા મોરબી મુખ્ય પોસ્ટ ઓફિસે ડાક કર્મચારીએ ફટાકડા ફોડીને ઉજવણી કરી.

Comments
Loading...
WhatsApp chat