



જય અંબે ગૌ સેવા યુવક મંડળ રાજપર દ્વારા તા. ૨૧ ના રોજ નિરાધાર ગાયોના લાભાર્થે રાજપર કુંતાસી ગામ મુકામે નાટકોનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સમ્રાટ શ્રી હર્ષ યાને ગરીબોનો બેલી અને પેટ પકડીને હસાવતું કોમિક દીકરો દયારામ રજુ કરવામાં આવશે. ગાયોના લાભાર્થે આયોજિત નાટકમાં સર્વે ધર્મપ્રેમી જનતાને લાભ લેવા આયોજકોએ નિમંત્રણ પાઠવ્યું છે.

