Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબીમાં પ્લાસ્ટિક બાદ બ્રાન્ડેડ કંપનીના નમકીનના પ્લાસ્ટિક રેપર બંધ કરાશે

કંપનીઓને નોટીસ પાઠવશે , પર્યાવરણ બચાવવા સહયોગની અપેક્ષા

મોરબી શહેરમાં પ્લાસ્ટિકનું દુષણ દુર કરવા માટે મોરબી નગરપાલિકા દ્વારા તબક્કાવાર પગલા લેવાઈ રહ્યા છે જેમાં હવે બ્રાન્ડેડ કંપનીના નમકીન, બિસ્કીટ કે ગુટકા વેંચતા પ્લાસ્ટિક રેપર અને મલ્ટીલેયર પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરવા અંગે ફિક્શન કરવામાં આવેલ છે અને ૫ ઓગસ્ટ બાદ કંપનીઓને નોટીસ મોકલવામાં આવશે

મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર ગીરીશભાઈ સરૈયાએ જાહેર સંદેશો પાઠવતા પ્રસિદ્ધ કરેલી અખબારી યાદીમાં જણાવ્યું છે કે કોઈપણ પ્રકારનું પ્લાસ્ટિક હોય તે પર્યાવરણને નુકશાન કારક છે મોરબીમાં માત્ર પાણીના પાઉચ કે ચાના પ્લાસ્ટિક કપ, પાન-માવા પ્લાસ્ટિક જ ન્યુસન્સ નથી શહેરમાં જુદી જુદી બ્રાન્ડેડ, લોકલ અને આંતરરાષ્ટ્રીય કક્ષાની કંપનીઓના નમકીન રૂ ૫ થી લઈને ૧૦૦ ની કીમતે વેચાઈ રહ્યા છે જેનો ઉપયોગ કર્યા બાદ લોકો ગમે ત્યાં ફેંકી દેતા હોય છે આજે બગીચાઓથી લઈને કચરા પેટીઓ આવા પડીકાઓથી ઉભરાય છે જેથી પર્યાવરણને બચાવવાને વાત આવતી હોય ત્યારે કંપનીઓની પણ જવાબદારી બને છે

જેથી આ બાબતને ધ્યાનમાં રાખીને બ્રાન્ડેડ કંપનીઓને નોટીસ અઆપી એનો જવાબ માંગવામાં આવશે કે પ્લાસ્ટિક મેનેજમેન્ટ માટે તેઓ શુ કરે છે મોરબી નગરપાલિકા ચીફ ઓફિસર દ્વારા વેચાતી તમામ નામી બ્રાંડની કંપનીઓનું લીસ્ટ બનાવી પ્રદુષણ નિયમ ૨૦૧૬ હેઠળ તુરંત નોટીસ આપવામાં આવશે હાલ શહેરમાં વેફર સહિતના નમકીન, પાન મસાલા, ગુટકા, તંબાકુ, બિસ્કીટના પ્લાસ્ટિક પેકિંગ બજારમાં વપરાય છે જેથી કંપનીઓને ઝુંબેશમાં સહકાર આપવા નગરપાલિકા તંત્રએ અનુરોધ કર્યો છે.

નગરપાલિકા દ્વારા સખી મંડળોની બહેનો મારફત નમકીન બનાવવા સખીમંડળોને તાલીમ આપીને મોરબી શહેરમાં તાજા નમકીન માટે કાર્યવાહી કરવામાં આવશે અને પ્લાસ્ટિકના સ્થાને નગરપાલિકા દ્વારા સખી મંડળ બહેનોને કાગળની બેગ બનાવવા માટે તાલીમ આપીને રોજગારી મળી રહે તેવા પ્રયાસો કરવામાં આવશે તેમ ચીફ ઓફિસરની યાદીમાં જણાવ્યું છે.

Comments
Loading...
WhatsApp chat