Billboard ad 1150*250

મોરબીના સિરામિક એસો દ્વારા તૈયાર કરેલ પ્લાન્ટને લીક્વીડ ઓક્સીજન મળી જતા કાર્યરત કરાયો

પ્રતિદિન ૧૦૦૦ સીલીન્ડર ભરી શકાશે, ઓક્સીજનની તંગી હવે નહિ થાય

0 336

મોરબીમાં કોરોનાની બીજી લહેર ઘાતક સાબિત થઇ હોય અને દર્દીઓને ઓક્સીજનની અછત વર્તાઈ રહી હતી જેને પગલે મોરબી સિરામિક એસો, ઉદ્યોગપતિઓ અને સંસ્થાઓના સહયોગથી તાકીદે ઓક્સીજન પ્લાન્ટ તૈયાર કરવામાં આવ્યો હતો અને પ્લાન્ટ માટે જરૂરી લીક્વીડ ઓક્સીજન મળી જતા પ્લાન્ટ કાર્યરત કરવામાં આવ્યો છે

મોરબી સિરામિક એસો દ્વારા માત્ર ૪ થી ૫ દિવસના ટૂંકાગાળામાં ઓક્સીજન પ્લાન્ટ ઉભો કરાયો હતો કોરોના મહામારીને પગલે સરકારી, ખાનગી હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા દરદીઓ તેમજ ઘરે સારવાર લેતા દર્દીઓને ઓક્સીજન માટે ભટકવું ના પડે તેવા હેતુથી મોરબી સિરામિક એસો દ્વારા ઓક્સીજન પ્લાન્ટ તૈયાર કરાયો હતો પ્રતિદિન ૧૦૦૦ સીલીન્ડર ભરી સકાય તેવા ૯ ટન કેપેસીટીના પ્લાન્ટને સરકારી મંજૂરીઓ પણ સાંસદ મોહનભાઈ કુંડારિયાના પ્રયત્નોથી મળી ગઈ હતી તો પ્લાન્ટ ચાલુ કરવા લીક્વીડ ઓક્સીજનનો ૧૪ ટન જથ્થો સરકારે ફાળવ્યો હોય પ્લાન્ટ શરુ કરી દેવામાં આવ્યો છે

મોરબીના લખધીરપુર રોડ પર એસર સિરામિક ખાતે આજે ઓક્સીજન પ્લાન્ટ કાર્યરત કરાયો હતો જે પ્રસંગે સાંસદ મોહનભાઈ કુંડારિયા તેમજ સિરામિક એસોના પ્રમુખો મુકેશ કુંડારિયા, નીલેશ જેતપરિયા, કિરીટ પટેલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને પ્લાન્ટ કાર્યરત કરાયો છે ૧૪ ટન લીક્વીડ ઓક્સીજન મળ્યો છે અને જરૂરિયાત મુજબ ઓક્સીજન મળતો રહેશે જેથી પ્લાન્ટ થાકી મોરબી ઉપરાંત અન્ય જ્યાં જરૂરત હોય ત્યાં ઓક્સીજન પૂરો પાડવામાં આવશે

Vinayak Honda Morbi festive Offer
Comments
Loading...
WhatsApp chat