Billboard ad 1150*250

મોરબીના છાત્રાલય રોડ પરનો મસમોટો ખાડો વાહનચાલકો માટે જોખમી

0 78
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 3

        મોરબી શહેર ઓદ્યોગિક નગરી હોવા છતાં શહેરમાં પાયાના પ્રશ્નો ખદબદતા જોવા મળે છે નીમ્ભર તંત્રને નાગરિકોની પીડા કે સુખાકારી સાથે કોઈ લેવાદેવા જ ના હોય તેમ વહીવટ કર્યે જાય છે જેથી નગરજનો રોજ અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે આવી જ એક સમસ્યા છાત્રાલય રોડ પરનો ખાડો બન્યો છે જે દરરોજ વાહનચાલકોને અકસ્માતનું નોતરૂં આપે છે

        મોરબીના કન્યા છાત્રાલય રોડ પર રાધેકૃષ્ણ સ્કૂલ પાસે છ માસ પૂર્વે ખાડો ખોદવામાં આવ્યો હતો અને કામ પૂર્ણ થયા બાદ ખાડો બુરાયો હતો જોકે બે થી ત્રણ વખત ખાડો બુરવા છતાં આ ખાડો ફરીથી થઇ જાય છે અને યોગ્ય રીતે ખાડા બુરાણની કાર્યવાહી કરવામાં આવતી નથી જેથી છેલ્લા દોઢ માસથી આ ખાડો જેમનો તેમ જોવા મળે છે આ વિસ્તાર સતત ધમધમતો વિસ્તાર છે જે રોડ પર અનેક શાળા,કોલેજ અને પ્લે હાઉસ આવેલ છે અને હજારો વિદ્યાર્થીઓ ઉપરાંત ગૃહિણીઓ અને વાહનચાલકો પસાર થતા હોય છે ત્યારે ખાડામાં ખાબકીને કોઈ વાહનચાલકના હાથ પગ ભાંગે તો જવાબદારી કોની તેવા સવાલો પણ સ્થાનિકો ઉઠાવી રહ્યા છે અને નફફટ તંત્ર પ્રત્યે સ્થાનિકોમાં ભારોભાર રોષની લાગણી જોવા મળી રહી છે

Post ad 1
Comments
Loading...
Share This
WhatsApp chat