મોરબી નગરપાલિકાના તંત્ર વાહકોની મોટી બેજવાબદારીથી પ્રજા પરેશાન

મોરબી સુધારાઈમાં ભાજપનું શાસન છે અને દરરોજ તમામ વિસ્તારના નાગરિકોના ટોળે-ટોળા પાલિકાએ હલ્લાબોલ કરે છે પરંતુ સત્તાધીશો સંભાળતા નથી પ્રશ્નો હાલ કરતા નથી પણ આંતરિક ભાગ બટાઈમાં હોવાનું જણાય છે જે મામલે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ રમેશ રબારીએ ગાંધીનગર નિયામક નગરપાલિકાને લેખિતમાં રજૂઆત કરી છે.

તેમાં જણાવ્યું છે કે મોરબી શહેર સાવ નર્કાગાર બનેલ છે.શહેરની તમામ શેરી-ગલીમાં ગટરોના પાણીથી ઉભરાય છે.એક પણ રોડ ચાલવા લાયક નથી.આ બાબતે વખતોવખત લખવા છતાં પગલા લેવાતા નથી.શહેરના નાગરિકો મચ્છર-માંખીના ત્રાસથી રોગચાળામાં ફસાઈ છે.ગટર કે પાણીના ખાબોચિયાઓમાં કેમિકલ કે લીક્વીડ છાટવમાં આવતું નથી.આશ્ચર્ય તો એ વાતનું છે કે જીલ્લા કલેકટરનું થાણું હોવા છતા સુધારાઈ તંત્ર સાવ બેફામ બની રહેલ છે.સરકારની મસમોટી ગ્રાન્ટોનોસરેઆમ દૂરપ્રયોગ છે.શહેરના મુખ્યરસ્તાઓ પર એક થી દોઢ ફૂટના ખાડાઓ છે.રાહદારીઓ ચાલી શકતા નથી,આ રસ્તાઓ પર વરસાદી પાણી અને ઉભરાતી ગટરોની ગંદકીયુક્ત પાણીના રોડ પર પસાર થતા દ્રિચક્રી વાહનો પાણીના ફુવારા ઉડાડતા જાય છે.શહેરના નવાડેલા રોડ ગટરના પાણી ઉભરાઈને રોડ પર આવે છે તેમજ શનાળા રોડ ઉપર હાઉશિંગ બોર્ડમાં ભૂગર્ભ ગટર ભરાઈ જતા રહેવાસીઓ પરેશાન છે.નિયમ મુજબ અનેક વિસ્તારોમાં રોડ પર સફાઈના નામે મીંડું જોવા મળે છે.આ બધું જ સ્થાનિક નગર સેવકો અને પ્રવર્તમાન સત્તાધીસો ધ્યાને લેતા નથી.જાહેર શૌચાલયને તાળા મારી બંધ રાખે છે અને પ્રજાના સ્વાસ્થ્ય સાથે ચેડા કરે છે ત્યારે આ બાબતે સરકાર દરમિયાનગીરી કરી સત્તાધીસોને તેમની જવાબદારી દાખવવા ફરજ પાડવા અનુરોધ કર્યો છે.અને જાહેર જનતામાં હિત માટે પગલા લેવા રમેશ રબારીએ ગુજરાતના નગરપાલિકાઓના નિયામક ગાંધીનગરને વિનતી કરી છે.

Comments
Loading...
WhatsApp chat