લોક સરકારમાં મોરબી જીલ્લાના હોદેદારોની વરણી કરવામાં આવી

ગુજરાત પ્રદેશ વિધાનસભા કોંગ્રેસ પક્ષ દ્વારા લોકોની વેદનાઓને વાચા આપવા માટે લોક સરકારની રચના કરવામાં આવી છે જેમાં મોરબી કોંગ્રેસના કાર્યકરોને વિવિધ હોદાઓ સાથે જવાબદારી સોપવામાં આવી છે

કોંગ્રેસ પક્ષ સાથે જોડાયેલા કાર્યકરોને વિધાનસભાના વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ લોકોની વેદનાને વાચા આપવાના ઉદેશ્યથી લોક સરકારની રચના કરવામાં આવી છે જેમાં જયદીપ પાંચોટિયાને મોરબી જીલ્લા કો-ઇન્ચાર્જ તરીકે જવાબદારી સોપવામાં આવી છે જયારે મોરબીના નવઘણ ભરવાડને મોરબી જીલ્લાના મીડિયા તાલુકા કો-ઇન્ચાર્જ તરીકે વરણી કરવામાં આવી છે અને રોનક પારેખની મોરબી શહેર કો ઇન્ચાર્જ તરીકે નિમણુક કરવામાં આવી છે ત્યારે નવા વરણી પામેલા હોદેદારો પર અભિનંદનનો વરસાદ વરસી રહ્યો છે

Comments
Loading...
WhatsApp chat