મોરબી જિલ્લાના હથીયાર પરવાનેદારોને હથીયાર જમાં કરવા આદેશ

ભારતનું ચૂંટણી પંચ, નવી દિલ્હી તરફથી ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ‌‌‌‌-૨૦૧૭ જુદા-જુદા બે તબકકાઓમાં તા.૦૯/૧૨/૨૦૧૭ અને તા.૧૪/૧૨/૨૦૧૭ ના રોજ યોજવાનું તા.૨૫/૧૦/૨૦૧૭ રોજ જાહેર કરવામાં આવેલ છે. જે અન્વયે મોરબી જિલ્લાના વિધાનસભા મતદાર વિભાગોમાં તા.૦૯/૧૨/૨૦૧૭ ના રોજ મતદાર થનાર છે. ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થાની જાળવણી થાય તેમજ મુક્ત અને ન્યાયી મતદાન માટે ફોજદારી કાર્યરીતિ અધિનિયમ‌‌-૧૯૭૩ ની કલમ -૧૪૪ થી મળેલ સતાની રૂએ કેતન પી. જોષી, જી.એ.એસ, અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ,મોરબી જિલ્લાએ એક જાહેર નામું પ્રસિધ્ધ કરી મોરબી જિલ્લાના તમામ શહેર અને ગ્રામ વિસ્તારમાં રહેતા દરેક પ્રકારના હથિયારોના પરવાનેદારોને પરવાના વાળા દરેક પ્રકારના હથિયાર કે હથિયારો આ જાહેરનામું બહાર પડયાની તારીખથી દિવસ-૭ માં મોરબી જિલ્લાના સંબંધકર્તા પોલીસ સ્ટેશન ખાતે અનામત જમા કરાવી દેવા અને સંબંધકર્તા પોલીસ સ્ટેશનોએ સંબંધિત પોલીસ સ્ટેશનના વિસ્તારમાં રહેતાં હથિયાર પરવાનો ધરાવતાં તમામ વ્યક્તિઓએ હથિયાર કે હથિયારો જમા કરાવવામાં આવે તે માટે પગલા લેવા તેમજ તમામ હથિયારો જમા થઈ ગયા અંગેની જાણ હુકમ પ્રસિધ્ધ કરનાર કચેરીને કરવા આદેશ ફરમાવેલ છે.
આ આદેશ મોરબી જિલ્લામાં જિલ્લા મેજિટ્રેટશ્રી તથા મોરબી જિલ્લાના સબ ડીવીઝનલ મેજિસ્ટ્રેટશ્રીઓ તરફથી આપવામા આવેલ હોય તેવા હથિયારના પરવાનેદારોએતેમજ દેશના કોઈ પણ રાજ્યનાં કોઈ પણ હથિયાર લાયસન્સ આપનાર સતાધિકારી પાસેથી હથિયાર લાયસન્સ મેળવેલ હોય તેમને પણ લાગુ પડશે. તેમજ આ આદેશ સમગ્ર મોરબી જિલ્લાના શહેરઅને ગ્રામ્ય વિસ્તારમાંરહેતા અને મોરબીજિલ્લાની મુલાકાતે આવેલ તમામહથિયારપરવાના ધારકોને પણ લાગુપડશે.હથિયાર ખરીદ વેચાણ કરતા પરવાનેદારો હથિયાર ખરીદવેચાણ આ સમયગાળા દરમ્યાન કરશે તો પણ હથિયારની સોપણી આ જાહેરનામાની તારીખથી ચૂંટણી પ્રક્રિયા પૂર્ણથતા સુધીએટલે કે તા.૨૦/૧૨/૨૦૧૭ સુધી પરવાનાધારકને કરી શકશે નહી સંબંધિત પોલીસ સ્ટેશને પરવાનેદારને તેમનું હથિયાર તા.૨૦/૧૨/૨૦૧૭ પછી પરત કરવાનું રહેશે અને તેમના માટે કોઈ અલગ હુકમનીજરૂરત રહેશે નહી.
જે હથિયાર પરવાનાઓનીમુદત તા.૩૧/૧૨/૨૦૧૭ ના રોજ પૂર્ણ થવાની હોય અને રીન્યુઅલ અર્થે અત્રેની કચેરીમાં રજુ કરેલ હોય તેવા હથિયાર પરવાના હેઠળના હથિયારો પરવાનાની ઝેરોક્ષ નકલ, રીન્યુ અરજી રજુ કર્યાની આ કચેરીની કોમ્પ્યુટરાઈઝડ પહોંચ કે જેમાં સહીની જરૂર રહેતી નથી તેવી પહોંચ તથા રીન્યુફીભર્યા અંગેના ચલણની નકલની ખરાઈ કરી જમા લેવાના રહેશે અને તેવી જ રીતે ચૂંટણીપ્રક્રિયા પૂર્ણ થયે પરત સોપવાના રહેશે.
આ આદેશ નીચેના હથિયાર પરવાનેદારોને લાગુ પડશે નહી.
1. મોરબી જિલ્લાના શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં આવેલ સરકારી, અર્ધસરકારી સંસ્થાઓ (બેંક,કોર્પોરેશન સહીત) સ્થાનીક સ્વરાજયની સંસ્થાના નામે જે હથિયાર પરવાનો ધરાવતાં હોય તથા જે રાજય કે રાષ્ટ્રીય કે આંતારરાષ્ટ્રીય લેવલની શુટીંગ સ્પાર્ધામાં ભાગ લેનાર સ્પોર્ટસ પર્સન તરીકે પરવાનો ધરાવે છે, તેમને હથિયાર જમા કરાવવામાથી મુક્તિ આપવામાં આવે છે.

2. માન્યતા ધરાવતી સિકયુરીટી એજન્સીઓના ગનમેન, કે જેઓ રાષ્ટ્રીયકૃત, સહકારી કે કોમર્શીયલ બેન્કો, એ.ટી.એમ. તથા કરન્સી ચેસ્ટની લેવડ-દેવડ કરતાં હોય તેવા હથિયારધારી સિક્યુરીટી ગાર્ડને તેમના હથિયાર જમા કરાવવામાં આથી મુક્તિ આપવામાં આવે છે પરંતુ આવા સિકયુરીટીગાર્ડએ તેઓ બેન્કમાં સિકયુરીટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા હોવાનું સંબંધિત બેન્ક મેનેજરનું પ્રમાણપત્ર તેઓના ફોટોગ્રાફ સાથે અત્રેની મેજીસ્ટેરીયલ શાખામાં નોંધ કરાવી લેવાની રહેશે.
3. જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી, મોરબી એ ખાસ પરવાનગી આપેલ હોય,તેમને લાગુ પડશે નહી.
4. હથિયારના પરવાનેદારોએ સંબંધિત પોલીસ સ્ટેશનમાં ફક્ત પરવાનાવાળા હથિયારો જમા કરાવવાના રહેશે,તેના કાર્ટીસ/દારૂગોળો જમા કરાવવાની જરૂર નથી.
5. આ આદેશનું પાલન નહી કરનાર શસ્ત્ર અધિનિયમ-૧૯૫૯ ની કલમ ૨૫ હેઠળ તેમજ ઈન્ડીયન પીનલ કોડની કલમ- ૧૮૮ મુજબ સજાનેપાત્ર થશે.
આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર ભારતના ફોજદારી અધિનિયમની કલમ-૧૮૮ હેઠળ શિક્ષાપાત્ર થશે.

Comments
Loading...
WhatsApp chat