


ખાનપર ગામે સ્મશાન જમીન વિવાદ ગઈકાલે માંડ માંડ શમ્યો હતો અને તંત્રના લેખિત હુકમ અને જમીન ફાળવણી બાદ મામલો થાળે પડ્યો હતો જોકે જમીન ફાળવણી મુદે ત્યારબાદ ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો હતો અને આજે થોડીવારમાં કલેકટર કચેરી પહોંચી રજૂઆત કરશે.
ખાનપર સ્મશાન માટે જમીનની માંગણી કરી રહેલા દલિત સમાજના લોકોએ ગઈકાલે એક મૃતદેહ કલેકટર કચેરી લાવ્યા બાદ મચેલો હોબાળો મહામહેનતે શાંત પડ્યો હતો અને દલિત સમાજની માંગ સ્વીકારી લેવાતા મામલો થાળે પડ્યો હતો જોકે આ હુકમ બાદ ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો હતો
જેને પગલે ગઈકાલે નવી જગ્યામાં દફન વિધિ સ્થગિત રખાઈ હતી અને ખેડૂતો સહિતના ગ્રામજનો રોડ પર ઉતરી આવી તેમનો પક્ષ સાંભળવામાં આવ્યો ના હોવાની ફરિયાદો ઉઠી હતી તો ગઈકાલે ખાનપર ગામે ચાપતા બંદોબસ્ત અને ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ હતી અને આજે ખેડૂતો કલેકટર કચેરીએ જવા રવાના થઇ ચુક્યા છે જ્યાં તેઓ પોતાનો પક્ષ રજુ કરશે અને જમીન ફાળવણી મામલે વિરોધ નોંધાવશે

