


મોરબી જીલ્લા અદાલત માં વધુ એક કોર્ટ નો સમાવેશ થઈ ગયો છે જેમા મહીલાઓ માટે અલગ જ ફેમીલી કોર્ટ ની રચના કરવા માં આવી છે જે મોરબી ન્યાયમંદીર ખાતે આજરોજ ફેમીલી કોર્ટ નો ઉદઘાટન સમારોહ યોજાયો હતો જેમા મોરબી પ્રિન્સીપાલ ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ રિઝવાનાબેન ઘોઘારીના વરદહસ્તે ઓપનીંગ કરી ફેમીલી કોર્ટ ને ખુલ્લી મુકવા માં આવી હતી આ કોર્ટ ને પ્રિન્સીપાલ જજ દેવલુક સાહેબ સંભાળશેઆ પ્રસંગે મોરબી જીલ્લા કલેકટર મોરબી બાર એસોસિએશન પ્રમુખ જીતેન્દ્રસિંહ જાડેજા,ઉપપ્રમુખ પી.વી.વ્યાસ,સેકેટરી અશોક ખુમાણ સહીત મોરબી માળીયા ટંકારા વાંકાનેર તાલુકા ના તમામ સભ્યો ધારાશાસ્ત્રીઓ હાજર રહ્યા મોરબી જીલ્લો બનતા રાજકોટ સ્થિત ફેમીલી કોર્ટ મોરબી માં આવી જતા મોરબી જીલ્લા ના તમામ લોકો ને રાજકોટ ના ધરમધક્કા માં રાહત મળશે આ કાર્યકમ ને સફળ બનાવવા મોરબી બાર એસોસિએશને સારી એવી જહેમત ઉઠાવી હતી જેમા મોરબી ન્યાયમંદીર ગેટ પરીસર સહીત ફુલો થી શણગારવા માં આવ્યુ હતુ

