


મોરબી રવાપર રોડ સ્થિત બ્રેવો કીડ્સ પ્લે હાઉસ નુ એક વર્ષ પૂર્ણ થતા ઓપન મોરબી હેલ્ધી બેબી કોમ્પીટીશન તેમજ એન્યુઅલ ફંકશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા વિજેતા બાળકો ને ઈનામો એનાયત કરવા મા આવ્યા હતા. નાના નાના ભૂલકાઓ એ પોતાની કળા પ્રદર્શિત કરી ઉપસ્થિત લોકો ને મંત્ર મુગ્ધ કરી દીધા હતા.
આ તકે ધારાસભ્ય બ્રિજેશ ભાઈ મેરજા, ડો. મનિષભાઈ સનારીયા ( સ્પર્શ હોસ્પીટલ), ડો. અંકીતભાઈ સિનોજીયા ( બચપન હોસ્પીટલ) , નિર્મિત કક્કડ , વર્ષાબેન પૂજારા( કાઉન્સીલર- મો.ન.પા.) સહીત ના મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા. ધારાસભ્ય મેરજા એ તંદુરસ્ત સમાજ માટે બાળકો માટે યોજાયેલ આ કોમ્પીટીશન બદલ સંચાલકો ને અભિનંદન પાઠવ્યા હતા. જ્યારે ડો. મનિષ ભાઈ સનારીયા તેમજ ડો. અંકીત ભાઈ સિણોજીયા એ વાલી ઓ ને બાળકો ના વિકાસ તેમજ ઉછેર અંગે માર્ગદર્શન આપ્યુ હતુ.
કાર્યક્રમ ને સફળ બનાવવા સંસ્થા ના મેનેજીંગ ડીરેક્ટર પારૂલ બેન પટેલ , ભરત ભાઈ કૈલા તેમજ તમામ સ્ટાફ ગણે ભારે જહેમત ઉઠાવી હતી.
વિવિધ કોમ્પીટીશનમાં વિજેતા બનેલા બાળકો
– વિહાન પરમાર
– સાનવી મીરાણી
– ડેઝી આદ્રોજા
– જેનીશ બારેજીયા
– માનવા બરાસરા
– કિયાન પટેલ
– જિયાન પનારા
– વંસી પંડિત
– મન પંડ્યા
– કલ્પ પંડિ
– સમર્થ મહેતા

