

મોરબી ખાતે વી.સી.ટેકનિકલ હાઈસ્કુલ, સેન્ટર-એ, વી.સી.ટેકનિકલ હાઈસ્કુલ સેન્ટર-બી, મોરબી, નવા બસ સ્ટેન્ડ પાછળ આવેલ શ્રી એસ.વી.પટેલ કન્યા વિદ્યાલય, કન્યા છાત્રાલય કેમ્પસમાં આવેલ ડી.જે.પટેલ કન્યા છાત્રાલય, નવા બસ સ્ટેન્ડ પાસે સનાળા રોડ પર આવેલ નવયુગ વિદ્યાલય, રવાપર રોડ પર આવેલ નિલકંઠ વિદ્યાલય, સરદાર બાગ સનાળા રોડ ખાતે આવેલ ન્ય ઓમ શાંતી ઈન્ગલીશ મિડીયમ વિદ્યાલય, નિર્મલ વિદ્યાલય, તથા એલ.ઈ.એન્જીનિયરીંગ કોલેઝ રોડ પર આવેલ સાર્થક વિદ્યાલય ખાતેના પરિક્ષા કેન્દ્રોમાં ગુજરાત જાહેર સેવા આયોગ ગાંધીનગર દ્વારા પોલીસ ઈન્સપેકટર (બિન હથીયારી) વર્ગ-૨ ની લેખિત પરિક્ષા તા. ૧૫ ને રવિવારના રોજ બપોરના ૨ કલાક થી ૫ કલાક સુધી યોજાનાર છે.
આ પરીક્ષાઓ શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તેમજ પરીક્ષાની કાર્યવાહીમાં કોઈ પણ જાતની રૂકાવટ ન આવે અને કાયદો વ્યવસ્થા બરોબરા જળવાઈ રહે તેવા હેતુથી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ મોરબી જિલ્લા મોરબીએ ફોજદારી કાર્યરીત અધિનિયમ ૧૯૭૩ ની કલમ ૧૪૪ થી મળેલ અધિકારની રૂએ જાહેરનામું પ્રસિધ્ધ કરી ઉપરોક્ત પરિક્ષા કેન્દ્રોની આસપાસના ૨૦૦ (બસ્સો મીટર) ના વિસ્તારમાં તા.૧૫/૧૦/૨૦૧૭ ના રોજ ૨ કલાકથી ૫ કલાક સુધી પરિક્ષા સમય દરમિયાન પરિક્ષામાં ગેરરીતિ કરવાના ઈરાદાથી કે અનિયમિતતા ઉભી કરવા અને પરિક્ષા કાર્યમાં ખલેલ પાડવાના ઈરાદાથી ચાર કરતા વધુ વ્યક્તિઓએ એકત્રિત થવુ નહિ અથવા કોઈ સભા ભરવી નહિ કે કોઈ સરઘસ કાઢવુ નહિ તેમજ પરિક્ષા સ્થળે મોબાઈલ ફોન, લેપટોપ, ટેબલેટ, કેક્યુલેટર વાળી ઘડીયાળ તેમજ કોઈપણ પ્રકારના ઈલેક્ટ્રોનિક્સ ઉપકરણો લઈ જવા નહિ તેમજ દર્શાવેલ વિસ્તરની આસપાસની ઝેરોક્ષ કોપીની સુવિધા ધરાવતા સેન્ટરો બંધ રાખવા તથા ઝેરોક્ષ અથવા લીથો કે અન્ય કોઈ રીતે પરિક્ષા કાર્યમાં ગેરરીતી કરવા કોપીંગ વગેરે ગેરફાયદે કૃત્ય કરવુ નહિ તેવો હુકમ ફરમાવેલ છે આ હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.