મોરબી જીલ્લાના નવ કલાર્કને નાયબ મામલતદાર તરીકે બઢતી

હંગામી જગ્યા પર એડહોક બઢતી અપાઈ

મોરબી જીલ્લામાં ફરજ બજાવતા નવ ક્લાર્કને પ્રમોશન આપવામાં આવ્યું છે અને જીલ્લા કલેકટર દ્વારા ક્લાર્ક સંવર્ગના કર્મચારીઓને નાયબ મામલતદાર સંવર્ગ મતદાર યાદીની તદન હંગામી જગ્યા પર એડહોક બઢતી આપવાના આદેશ આપવામાં આવ્યા છે

મોરબી જીલ્લા કલેકટર આર જે માંકડિયા દ્વારા જીલ્લાના નવ ક્લાર્કને નાયબ મામલતદાર મતદાર યાદી હંગામી જગ્યા પર એડહોક બઢતી આપવાનો આદેશ કર્યો છે જેમાં મોરબી જીલ્લામાં ફરજ બજાવતા કે.બી. ગાલચર, કે.એમ.રોય, પી. એન. અજાણી, સી જે આચાર્ય, એ જી સુરાણી, સી જે પરમાર, જી વી મન્સૂરી અને ડી એલ રામાનુજ એમ નવ ક્લાર્કને પ્રમોશન આપવાનો આદેશ કરવામાં આવ્યો છે

Comments
Loading...
WhatsApp chat