

શ્રેય માર્ગ પર ચાલતા પૂજાય સ્વામીજી પ્રેય માર્ગ પર ચાલી રહેલ જીવાત્માઓને મનુષ્ય જીવનની સાચી સાર્થકતા-વિકાસ-સફળતા માત્ર અને માત્ર શાંતિ.એકતા તથા વૈધિક રીતિઓ પરંપરાઓનું પાલન કરી અને પરસ્પર વિશ્વાસ,શ્રધ્ધા તેમજ નિર્ભીકતા અને શુદ્ધ પ્રેમના સ્થાપન દ્વારા જ શક્ય છે, આ તકે આર્યસમાજ દ્વારા તા.૯ ને શનિવારે આર્યસમાજ મંદિર,લખધીરવાસ ચોક મોરબી ખાતે તથા તા.૧૦ ને રવિવારે ચિત્રકૂટ સોસાયટી,શેરી-૩,ખાતે વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવેલ છે.તો સર્વ ધર્મપ્રેમી જનતાને પધારવા મોરબી આર્યસમાજ દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.