



તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો
https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews
હળવદના નવા અમરાપર ગામે બોલાચાલી કરીને ત્રણ શખ્શોએ યુવાનને માથામાં લોખંડનો સળીયો ઝીંકી દઈને ઈજા પહોંચાડી હોવાની ફરિયાદ નોંધાઈ છે
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ હળવદના પ્રકાશનગર નવા અમરાપરના રહેવાસી બળદેવભાઈ હમીરભાઈ જાદવે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે આરોપી દેવજી પોપટ જાદવ, મનીષા દેવજી અને ચતુર દેવજી રહે ત્રણેય નવા અમરાપર વાળાએ તેને માર માર્યાની ફરિયાદ નોંધાવી છે જેમાં ફરીયાદીએ આરોપીને કહેલ કે તમે થાંભલા ખોડો છો તે અમારી જમીનનો ભાગ છે કહેતા આરોપીએ સેન્ટીંગનો લોખંડનો સલીયો માથાના ભાગે મારી તેમજ અન્યએ પાવડાના હાથ વડે માર મારી ઈજા પહોંચાડી છે પોલીસે જીલ્લા મેજીસ્ટ્રેટ હથિયારબંધી જાહેરનામાં ભંગનો ગુન્હો નોંધી વધુ તપાસ ચલાવી છે



