મોરબીના પીજીવીસીએલની બેદરકારીએ બે નિર્દોષ ગાયનો ભોગ લીધો

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

ટીસીમાં શોટ સર્કીટથી બે ગાયોના મોતથી અરેરાટી

        મોરબીમાં ચોમાસા પૂર્વે તંત્ર દ્વારા પ્રી મોન્સૂન કામગીરીના નામે નર્યા ડીંડક ચલાવાય છે પાલિકા તંત્ર નાલા વોકળાની સફાઈમાં પુરતી કામગીરી કરતી નથી તો આવું જ વીજતંત્રનું જોવા મળે છે ત્યારે ટીસીમાં શોટ સર્કીટને પગલે બે ગાયોના મોત થતા સ્થાનીકોમાં ગુસ્સો જોવા મળી રહ્યો છે

        મોરબીની આંબેડકર કોલોનીમાં આવેલ ટીસીમાં શોટ સર્કીટ થતું હોવાની સ્થાનિકોએ કરેલી રજૂઆત બાદ પણ વીજતંત્ર જાગ્યું ના હતું અને કોઈ કાર્યવાહી કરવામાં આવી ના હતી જેને પગલે બે ગાયો ટીસીને અડકી જતા શોટ સર્કીટથી મોત નીપજ્યાં છે અને ગાયોના મોતને પગલે સ્થાનીકોમાં રોષ ભભૂકી રહ્યો છે સ્થાનિકોના જણાવ્યા અનુસાર અગાઉ પણ તંત્રનું નાક વાઢ્યું હતું પરંતુ નીમ્ભર તંત્રને નાગિરકો અને પશુઓની જીદંગીની કોઈ પરવા ના હોય તેમ પોતાની મનમરજીથી કાર્ય કરે છે અને વીજતંત્રની બેદરકારીથી જ બે ગાયોના મોત નીપજ્યા હોવાનો રોષ પ્રગટ કર્યો હતો ત્યારે બે નિર્દોષ જીવોના ભોગ લેનાર ટીસી અન્ય કોઈ નાગરિક કે પશુઓના જીવ લે તે પૂર્વે તંત્ર જાગે તેવી માંગ કરવામાં આવી રહી છે

Comments
Loading...
WhatsApp chat