નવયુગ એનસીસી ગ્રુપનો C.A.T.C. કેમ્પમાં ડંકો વાગ્યો

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

        મોરબી જીલ્લાના સેલ્ફ ફાયનાન્સ શાળાઓમાં એકમાત્ર નવયુગ સંકુલ વીરપરમાં એનસીસી ચાલે છે અને વિદ્યાર્થીઓ એનસીસીની વિવિધ પ્રવૃતિઓ સાથે જોડાયેલા છે ત્યારે તાજેતરમાં જામકંડોરણા ખાતે યોજાયેલ કેમ્પમાં ૫૮૧ કેડેટ્સે ભાગ લીધો હતો

        આ કેમ્પમાં પરેડ, કલ્ચરલ, વોલીબોલ, ચિત્ર, વકતૃત્વ સહિતની સ્પર્ધાઓનું આયોજન કરાયું હતું જેમાં વોલીબોલમાં પ્રથમ, બેસ્ટ કંપની કમાન્ડરમાં પ્રથમ અને વકતૃત્વ સ્પર્ધામાં પ્રથમ તેમજ ડ્રીલ (પરેડ) બેસ્ટ કેડેટ સહિતની સ્પર્ધામાં નવયુગના એનસીસી વિદ્યાર્થીઓએ અવ્વલ નંબર પ્રાપ્ત કરીને નવયુગનો ડંકો વગાડ્યો છે સંસ્થા પ્રમુખ પી ડી કાંજીયાએ તમામ કેડેટ્સને શુભેચ્છાઓ પાઠવી અભિનંદન આપ્યા છે

Comments
Loading...
WhatsApp chat