



નેશનલ એકેડેમી ઓફ મોરબી દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં શાળા દ્વારા બાળકોને વ્રુક્ષા રોપણ માટે પ્રેરણા પૂરી પાડવામાં આવી હતી.તેમજ બાળકોમાં નાની વયથી જ પર્યાવરણ અંગે સભાનતા કેળવાય અને સદગુણો વિકસાવવાના હેતુથી યોજાયેલા વૃક્ષારોપણ કાર્યક્રમમાં ૧૦૦ જેટલા વૃક્ષોના વાવેતર કરવામાં આવ્યા હતા.
નેશનલ એકેડેમી ઓફ મોરબી દ્વારા આજે વીરપર નજીક વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું જે વેળાએ સ્કૂલના આચાર્ય ક્ષમાબેન જતીનભાઈ આદ્રોજા તેમજ શાળાનો સ્ટાફ પરિવાર ઉપસ્થિત રહીને રહ્યો હતો અને શાળાના તમામ બાળકોએ વ્રુક્ષા રોપણ કરી પર્યાવરણ અંગે સમાજને સંદેશો આપ્યો હતો. આ તકે સંસ્થાના પ્રમુખ દેવકરણભાઈ આદ્રોજાએ વિદ્યાર્થીઓને વૃક્ષારોપણનું મહત્વ સમજાવી નવા નવા વૃક્ષોથી પરિચિત કરાવ્યા હતા તો વિદ્યાર્થીઓની સુંદર પ્રવૃત્તિને સંસ્થાના ડો. રવીન્દ્ર ભટ્ટે બિરદાવી હતી



