



મોરબીના લીલાપર રોડ પર ગરબી બોલાચાલી બાદ થયેલી મારામારીમાં એક યુવાનનું મોત થયું હોય જે બનાવ બાદ પરિવારે આકરું વલણ દાખવ્યું છે અને આજે પરિવાર મૃતદેહ સાથે એ ડીવીઝન પોલીસ મથક પહોંચીને રામધુન બોલાવી હતી
ગત તારીખ ૧૩ને શનિવારના રોજ મોરબીના લીલાપર રોડ પરના સાત હનુમાન સોસાયટીના રહેવાસી નારણ માધા ભરવાડે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે જયરાજ જીલુભાઈ ગોગરા, જીગો જીલુભાઈ ગોગરા, અને જયદીપ જીલુભાઈ ગોગરા એ ત્રણ શખ્શો ગરબીમાં આવીને ગાળો બોલતા હોય અને ફરિયાદી ગરબીના આયોજક હોય જેને ગાળો બોલવાની ના કહેતા છરી બતાવી યુવાનને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવી હતી
તો સામાપક્ષે વળતી ફરિયાદ નોંધાવી હતી જેમાં જયદીપ જીલુભાઈ ગોગરા મોરબી વાળાએ ગરબીમાં માથાકૂટ મામલે એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી જેમાં તા. ૧૩ ના રોજ આરોપી હરપાલસિંહ, હરદેવસિંહ, દિલીપસિંહ, પલ્લવ રાવલ, મહિપાલસિંહ ભાણું, દીપકસિંહ અને અન્ય છ અજાણ્યા શખ્સોએ ધોકા, પાઇપ, અને છરી વડે હુમલો કરતા તેને તથા તેના ભાઈ જયરાજને અને જીગરને ઇજાઓ પહોંચતા સારવાર માટે મોરબી સિવિલમાં ખસેડી અને તેના ભાઈ જયરાજને વધુ ગંભીર ઇજા થતાં મોરબી બાદ રાજકોટ અને ત્યારબાદ વધુ સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજતા મારમારી નો બનાવ હત્યામાં પલટાયો છે
ત્યારે હત્યાના બનાવ અંગે મૃતકના પરિવારજનોએ મૃતદેહ એ ડીવીઝન પોલીસ મથક લઈને પહોંચ્યા હતા જ્યાં પરિવારે યોગ્ય કાર્યવાહી કરવાની માંગણી સાથે રામધુન બોલાવી હતી અને એ ડીવીઝન પીઆઈ આર જે ચૌધરીએ આરોપીઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી તેમજ માંગણીઓ સ્વીકારી લીધી હોવા છતાં પરિવારજનો માનવા તૈયાર નથી અને એસપી ના આવે ત્યાં સુધી મૃતદેહ અહી જ રાખીશું તેવું જણાવી દીધું હતું



