


મોરબી તાલુકાના મકનસર ગામે આવેલી વીડી પાસે ગત તા.૧૧ ના રોજ અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યાની જાણ થતા તાલુકા પોલીસને થતા પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી અને તપાસ ચલાવી હતી મૃતક પુરુષનો મૃતદેહ કોહવાયેલી હાલતમાં મળી આવતા તેને ફોરેન્સિક પી.એમ. માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો તેમજ મૃતકની ઓળખ મેળવવા માટે તજવીજ હાથ ધરવામાં આવી હતી ત્યારે આ મામલે મોરબી તાલુકા પોલીસ અધિકારી એન.જે.રાણાએ ફરિયાદી બની હત્યા,પુરાવા નાશ કરવાના સહિતના ગુનાઓ નોંધી મૃતક પુરુષની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરવામાં આવી છે.તેમજ આ મામલે મોરબી તાલુકા ઇન્ચાર્જ પી.એસ.આઈ.આર.ટી.વ્યાસ તાપસ ચલાવી રહ્યા છે.