મોરબીની રવિરાજ ચોકડી નજીક બોથડ પદાર્થના ધા ઝીંકી યુવાનની હત્યા

મોરબી-માળિયા હાઈવે પર આવેલ રવિરાજ ચોકડી નજીક આવેલા સ્વામિનારાયણ ગુરૂકુળ પાસે ભરવાડ યુવાનને બોથડ પદાર્થના ધા ઝીંકી હત્યા કરેલ હાલતમાં મૃતદેહ મળી આવતા પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મોરબીની રવિરાજ ચોકડી પાસે આવેલ સ્વામિનારાયણ ગુરૂકુળ નજીક મોરબી તાલુકાના ધરમપુર ગામના ભાવેશ ભરવાડ નામના યુવાનની લાશ પડી હોવાની જાણ થતાં એસ.પી., ડીવાયએસપી સહિતની ટીમ ધટના સ્થળે દોડી ગઈ હતી અને મૃતક ભાવેશ ભરવાડને પથ્થરના ઘા ઝીકી હત્યા કરી હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું.પોલીસે મૃતદેહને પી.એમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.બનાવ અંગે મૃતકના પિતા મંગાભાઈએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે તો મોરબી તાલુકા પોલીસે હત્યાનો ગુનો નોંધી હત્યા ક્યા કારણોસર કરવામાં આવી?, કોણે કરી તે અંગે તપાસ ચાલવી રહી છે.

 

Comments
Loading...
WhatsApp chat