Billboard ad 1150*250 Billboard ad 1150*250

પાલિકા પેટા ચુટણી : મતદાનના પ્રારંભે જ કર્મચારીના છબરડા બાદ મતદાન શરુ

મોરબી નગરપાલિકાની ખાલી પડેલી છ બેઠકો પર આજે પેટા ચુંટણીમાં સવારથી મતદાનનો પ્રારંભ થયો હતો જોકે મતદાનની શરૂઆત શુષ્ક જોવા મળી હતી તો કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે

મોરબી પાલિકાના ત્રણ વોર્ડની છ બેઠકોની પેટા ચુંટણી માટે સવારથી મતદાન શરુ થયું છે જેમાં ૫૦ બુથ પર પોલીસના ચુસ્ત પહેરા વચ્ચે મતદાન શરુ થયું છે છ બેઠકો માટે ભાજપ અને કોંગ્રેસના ૧૨ ઉમેદવારો વચ્ચે સીધો જંગ છે અને ૩૧૦૯૯ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે પેટા ચુંટણીને લઈને જીલ્લા એસપી ડો. કરનરાજ વાઘેલા અને ડીવાયએસપી બન્નો જોશીના માર્ગદર્શન હેઠળ ૨ પીઆઈ, ૪ પીએસઆઈ, ૯૩ પોલીસ કર્મચારી અને ૮૪ હોમગાર્ડ સહીત ૧૮૩ જવાનોનો કાફલો તૈનાત છે

સામાકાંઠે મતદાનના પ્રારંભે જ છબરડો

મોરબીના સામાકાંઠે વોર્ડ નં ૦૩ માં મતદાન પૂર્વે ભારતી વિધાલય ખાતેના બુથમાં મોકપોલ કર્યા બાદ સીધું જ મતદાન શરુ કરી દેતા છબરડો જોવા મળ્યો હતો જોકે બાદમાં તમામ મતો ઈરેઝ કરીને નવેસરથી મતદાન શરુ કરવામાં આવ્યું હતું આમ છબરડા માટે જાણીતા સ્ટાફે પોતાની પરંપરા જાળવી રાખી હોય તેવી માહિતી આધારભૂત સુત્રોમાંથી પ્રાપ્ત થઇ છે

Comments
Loading...
WhatsApp chat