

માળિયા તાલુકાના છેવાડાના ગામોને નર્મદા બ્રાંચ કેનાલમાંથી સિંચાઈની પાણી મળતું નથી જેથી ખેડૂતોમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે અને ખેડૂતો આજથી ઉપવાસ આંદોલન શરુ કર્યું છે જેમાં રેલી યોજી ખેડૂતો કેનાલ સુધી પહોંચ્યા હતા
માળિયા તાલુકામાંથી નર્મદાની માળિયા બ્રાંચ કેનાલ પસાર થતી હોય જોકે સુરેન્દ્રનગર ખાતે બકનળી અને દેડકા મૂકી પાણીચોરી કરવામાં આવતી હોય જેથી માળિયાનાં ખેડૂતોને સિંચાઈનું પાણી મળતું નથી અને ખેડૂતોનો ઉભો પાક નિષ્ફળ જવાને આરે છે ત્યારે અગાઉ રજુઆતો કરી થાકી ગયેલા ખેડૂતોએ આંદોલનનું શસ્ત્ર ઉગામ્યું છે
આજે ખેડૂતોએ રેલી યોજી નર્મદા કેનાલ સુધી પહોંચ્યા હતા જે રેલીમાં ખેડૂતો, યુવાનો, મહિલાઓ સહિતના જોડાયા હતા જેમાં સરકાર સામે રોષભેર સુત્રોચ્ચાર કરવામાં આવ્યો હતો અને કેનાલ પર પહોંચીને ઉપવાસી છાવણીમાં બેસી ઉપવાસ આંદોલનનો પ્રારંભ કર્યો છે જે ત્રણ દિવસ સુધી ચાલુ રહેશે