

મોરબી પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડના માર્ગદર્શન હેઠળ મોરબી એસ.ઓ.જી. પી.આઈ. એસ.એન.સાટીને જીલ્લામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડવા સુચના મળતા મોરબી એસ.ઓ.જી. ટીમે પો.હેડ.કોન્સ. ફારૂકભાઈ પટેલને ખાનગીરાહે મળેલ હકીકતના આધારે વાંકાનેર સીટી પોલીસ મથકના પશુપ્રત્યે ધાતકીપણુંના ગુન્હામાં નાસ્તો ફરતો વિજયભાઈ ઉર્ફે વેલાભાઇ મારાજ્ભાઈ પરમાર જાતે સરાણીયા ઉ.વ.૪૫ રહે વાંકાનેર ભાટિયા સોસાયટી,તૈયબભીના ભંગારના ડેલા પાછળ વાળાને પકડી પાડી આરોપીને વાંકાનેર સીટી પોલીસ મથકને સોપવા તજવીજ હાથ ધરવામાં આવી છે.
આ કામગીરીમાં મોરબી એસ.ઓ.જી. પો.હેડ.કોન્સ. શંકરભાઈ ડોડીયા તથા કિશોરભાઈ મકવાણા,જયપાલસિંહ ઝાલા,એ.પી.જાડેજા,પ્રવીણસિંહ ઝાલા,જયસુખભાઈ વસિયાણી,મયુરધ્વજસિંહ જાડેજા,ભરતસિંહ ડાભી અને વિજયભાઈ ખીમાણીયાએ કરેલ છે.