Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબી પાલિકાને કલમ ૨૬૩ અંતર્ગત કાર્યવાહી કરી પ્રજાના હિતમાં સુપરસીડ કરવા માંગ

મોરબી પાલિકાના અણધડ વહીવટના કારણે શહેરીજનો ત્રાહિમામ પોકારી ગયા છે,રસ્તા અને ઉભરાતી ગટરોના કારણે છાશવારે લોકોના ટોળાઓ સુધારાઈ કચેરીએ જાય છે હયા થઇ જશેની લોલીપોપ આપાય છે.શહેરમાં બનેલ રસ્તાઓમાં ગેરરીતી સંબંધે જેને કોન્ટ્રાક્ટરોને માત્ર નોટીસોઆપી આગળ કાર્યવાહી થતી નથી નગરપાલિકા દ્વારા છેલ્લા એક જ વર્ષમાં કરાયેલ ફરિયાદો તપાસાય તો માલુમ પડશે કે સુધારાઈ શું કામ કરે છે.સુધારાઈમાં મળતી ગ્રાન્ટનો સદઉપયોગ થતો નથી.લાઈટ-પાણી-ગટરના કાચો અધર તાલ છે.લોકોની કોઈ પણ ફરિયાદનો નિકાલ થતો નથી ત્યારે નગરપાલિકાના વહીવટ પર નિરિક્ષણકર્તા જીલ્લા કલેકટર જાહેર જનતાના હિતાર્થે અને સરકારી નાનામાંની સલામતી માટે સુધારાઈ ના ગેરવહીવટને કારણભૂત ગણી,નગરપાલિકા વહીવટી કલમ ૨૬૩ અંતર્ગત કાયવાહી સત્વરે કરવા સરકારમાં દરખાસ્ત રજુ કરી શક્ય તેટલી ઝડપે મોરબી પાલિકા સુપરસીડ કરવવા ધોરણસરની કાર્યવાહી કરવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માલધારી સેલના ઉપપ્રમુખ રમેશ રબારીએ જીલ્લા કલેકટરને લેખિતમાં રજૂઆત કરી છે.

Comments
Loading...
WhatsApp chat