મધ્યપ્રદેશના રીઢા ગુનેગારોને ઝડપી લેનાર મોરબી એલસીબી ટીમની સરાહના

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

એસપી તથા એલસીબી ટીમની કામગીરીને એમપી પોલીસે બિરદાવી 

        મોરબી એસપીના માર્ગદર્શન હેઠળ તાજેતરમાં એલસીબી ટીમે લૂંટના ગુન્હાના આરોપીને ઝડપી લીધા હતા જે આરોપીઓ મધ્યપ્રદેશના રીઢા ગુનેગારો હોય જેને ઝડપી લેવાની કામગીરીને એમપી પોલીસે બિરદાવી છે અને એસપી તથા એલસીબી ટીમને પ્રશંસા પત્ર પાઠવ્યો છે

        મોરબી જીલ્લા પોલીસવડા ડો. કરનરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ એલસીબી પીઆઈ વી બી જાડેજાની ટીમે મધ્યપ્રદેશના અલીરાજપુરના લૂંટ અને ધાડના ગુન્હામાં ફરાર આરોપી કમલ બનનું,બારમ કરણસિંહ અને રાકેશ ભવરસિંહને ઝડપી લીધા હતા જે કામગીરી બદલ અલીરાજપુર જીલ્લા એસપી વિપુલ શ્રીવાસ્તવે એલસીબી પીઆઈ વી બી જાડેજા અને તેની ટીમને અભિનંદન પાઠવતો પત્ર લખ્યો છે

તે ઉપરાંત ઇન્દોર ઝોનના એડીશનલ ડીજીપી વરુણ કપૂરે મોરબી એસપી ડો. કરનરાજ વાઘેલાને પ્રશંસા પત્ર મોકલ્યો છે જેમાં મોરબી પોલીસની કામગીરીની સરાહના કરીને કામગીરીને બિરદાવવામાં આવી છે  તે ઉપરાંત લોકસભા ચુંટણી સમયે સરાહનીય કામગીરી બદલ જામનગર જીલ્લા કલેકટર રવિ શંકરે જીલ્લા એસપી ડો. કરનરાજ વાઘેલાને પત્ર પાઠવી કામગીરીની સરાહના કરી છે

Comments
Loading...
WhatsApp chat