



તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો
https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews
મોરબી એલસીબી ટીમે ઝડપી લીધો
મોરબી એલસીબી ટીમે બાતમીને આધારે ચોટીલા અને ધ્રાંગધ્રામાં બાઈક chori કરનાર ઈસમને ઝડપી લઈને ચોરીના બે મોટરસાયકલ રીકવર કરી બે ચોરીના ગુન્હાના ભેદ ઉકેલી નાખવામાં સફળતા મળી છે
મોરબી જીલ્લા પોલીસવડા ડો. કરનરાજ વાઘેલાની વાહન ચોરીના ગુનાઓ શોધી કાઢવાની સુચનાને પગલે એલસીબી પીઆઈ વી બી જાડેજાના માર્ગદર્શન હેઠળ એલસીબી ટીમના નંદલાલ વરમોરા, પૃથ્વીરાજસિંહ જાડેજાને મળેલી બાતમીને આધારે મોરબીના નીચી માંડલ ગામના ખરાબા પાસેથી કરશન ભલા બીલવાર (ઉ.વ.૩૦) રહે દાહોદ વાળાને શંકાસ્પદ હાલતમાં ઝડપી લઈને બે મોટરસાયકલ નં જીજે ૧૩ પીપી ૭૧૩૦ કીમત રૂ ૨૦ હજાર અને હીરો હોન્ડા જેના નંબર નથી કીમત રૂ ૧૫૦૦૦ મળી આવતા સઘન પૂછપરછ કરતા હીરો હોન્ડા મોટરસાયકલ ચોટીલા સરકારી દવાખાના પાસેથી ચોરી કરેલ તેમજ ડ્રીમ નિયો મોટરસાયકલ ધ્રાંગધ્રા તાલુકાના જસમતપુર ગામેથી ચોરી કર્યાની આરોપીએ કબુલાત આપી છે જેથી આરોપીની અટકાયત કરી બે મોટર સાયકલ કીમત રૂ ૩૫૦૦૦ રીકવર કરી બે વાહનચોરીના ગુન્હાઓના ભેદ ઉકેલવામાં એલસીબી ટીમને સફળતા મળી છે



