Billboard ad 1150*250

મોરબી ઇન્ડિયન લાયન્સ ક્લબ દ્વારા વકૃત્વ સ્પર્ધા યોજાશે

0 35
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

મોરબીમાં ઇન્ડિયન લાયન્સ ક્લબની સિલ્વર જયુબેલી તથા ગાંધી જયંતિ નિમિતે વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.આ સ્પર્ધામાં વિકાસ વિધાલય પણ સહયોગી બની છે.તેમજ એન્ટ્રી માટે નીચેના નંબર પર સંપર્ક કરવા યાદીમાં જાણાવ્યું છે

મોરબીમાં વિકાસ વિદ્યાલય તથા ઇન્ડિયન લાયન્સ ક્લબ દ્વારા ઇન્ડિયન લાયન્સ ક્લબની સિલ્વર જયુબેલી ઉજવણી અંતર્ગત તેમજ ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતિના અવસરે આવતીકાલે શોભેશ્વર રોડ પર આવેલા વિકાસ વિદ્યાલય ખાતે ઓપન મોરબી વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ધો. ૫થી ૧૨માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ભાગ લઇ શકશે. જેના વિષયો ‘સ્વચ્છતા અને પૂજ્ય ગાંધીજી’ તથા ‘ભારતની સ્વતંત્રતામાં પૂજ્ય બાપુનું યોગદાન’માંથી કોઈ એક વિષય પર ઓછામાં ઓછું ૩ મિનિટથી વધુમાં વધુ ૭ મિનિટ સુધી વક્તૃત્વ આપવાનું રહેશે. પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંક પ્રાપ્ત કરનારને શિલ્ડ તથા પ્રમાણપત્ર આપવામાં આવશે. એન્ટ્રી માટે મો. ૯૪૨૯૦ ૯૭૭૨૨ પર સંપર્ક કરવાનો રહેશે.

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat