મોરબી જીલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની માન્યતા રદ કરવા નોટીસ ફટકારાઈ

                                                                                 મોરબી જીલ્લા પ્રાથમિક શિક્ષક સંઘને ચુંટણી મોકૂફ રાખવા આદેશ આપ્યા છતાં આદેશનો ઉલાળિયો કરતા જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ શિક્ષક સંઘની માન્યતા રદ કરવા નોટીસ ફટકારી દઈને ખુલાસો માંગ્યો છે જેથી ચકચાર મચી છે

                                                                                મોરબી જીલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા બંધારણીય જોગવાઈની વિરુદ્ધ સીઆરસી અને બીઆરસીને પણ સંઘની ચુંટણી લડવા માટેની લીલી ઝંડી આપી હતી જેનો શિક્ષકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો અને જીલ્લા વિકાસ અધિકારી દ્વારા ચુંટણીને મોકૂફ રાખવાનો હુકમ કર્યો હતો જોકે ચુંટણી મોકૂફ રાખવાના હુકમ છતાં સંઘે ટંકારામાં પ્રમુખ અને ઉપપ્રમુખની નિમણુક કરી હોય તેવી ફરિયાદ જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને કરવામાં આવી હતી અને છેલ્લા દિવસોમાં પરીક્ષા પણ ચાલુ હોય છતાં મોરબી જીલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની ચુંટણી ચાલી રહી હોય જેથી ચુંટણી મોકૂફ રાખવાના પરિપત્ર છતાં તેની અમલવારી કરવામાં આવી ના હતી

જેને પગલે શિક્ષકોની ફરિયાદ બાદ જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દવેએ મોરબી જીલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના જવાબદારોને નોટીસ ફટકારી ખુલાસો કરવા આદેશ આપ્યો છે અને જીલ્લા વિકાસ અધિકારીના આદેશનો ઉલાળિયો કરનાર સંઘની માન્યતા રદ કેમ ના કરવી તેનો ખુલાસો આપવા જણાવ્યું છે અને ખુલાસો ના અપાય તો આકરી કાર્યવાહી કરવા પણ જણાવ્યું છે

Comments
Loading...
WhatsApp chat