Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબી જીલ્લા કલેકટરે કોરોના પોઝીટીવ દર્દીઓની રૂબરૂ મુલાકાત લઈને ખબર અંતર પૂછ્યા

મોરબી જીલ્લામાં કોરોના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે ત્યારે જીલ્લા વહીવટી તંત્ર દ્વારા કુલ છ ધન્વન્તરી રથ કાર્યરત કરવામાં આવ્યા છે તેમજ હોમ આઈસોલેશનમાં રહેલ પોઝીટીવ દર્દીઓની આરોગ્ય તપાસ માટે ૮ સંજીવની આરોગ્ય રથ કાર્યરત છે

 

મોરબીમાં કોરોનાના કેસો વધતાં કલેકટર  જે. બી. પટેલ, જિલ્લા વિકાસ અધિકારી પી. જે. ભગદેવ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. જે. એમ. કતીરા તેમજ જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડો. વારેવાડીયા દ્વારા માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનની મુલાકાત લેવામાં આવી હતી. જ્યાં કોરોના પોઝીટીવ દર્દીઓને રૂબરૂ મળીને ખબર અંતર પૂછ્યા હતા સાથે જ અન્ય કોઈ મુશ્કેલી પડી રહી છે કે કેમ તે અંગે સંવાદ કર્યો હતો.

મોરબી જિલ્લામાં કોરોનાના વધતા જતાં કેસ અંગેની કામગીરીની સમીક્ષા કરતાં ધનવંતરી રથ અને સંજીવની રથની કામગીરીને વધુ સમક્ષ કરવા માટે જિલ્લા કલેક્ટરએ આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે મળીને જરૂરી સુચનાઓ આપી હતી. આ અંગે આરોગ્ય વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર હોમ આઈશોલેશનમાં રહેલા મોટા ભાગના તમામ દર્દીઓએ અગાઉ કોરોના રસીના બંને ડોઝ લઈ લીધેલ હોઈ કોરોના ના કોઈ ગંભીર લક્ષણો જોવા મળેલ નથી તેમજ હોસ્પિટલમા દાખલ થવાની પણ જરૂર પડેલ નથી.

 

 

Comments
Loading...
WhatsApp chat