હાર્દિક પટેલને પારણા કરાવવા મોરબી જીલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું

પાટીદાર અનામત આંદોલનના કન્વીનર હાર્દિક પટેલ ગત તા. ૨૫ ઓગસ્ટથી પાટીદાર સમાજને અનામત અને ખેડૂતોની દેવા માફીના બે મુદા સાથે ઉપવાસ આંદોલન શરુ કર્યું છે જે આંદોલનને ૧૧ દિવસ થયા છતાં સરકારે કોઈ સ્ટેન્ડ ક્લીયર કર્યું નથી ત્યારે મોરબી જીલ્લા કલેકટરને આવેદન પાઠવીને પાટીદાર યુવાને હાર્દિકને પારણા કરાવવાની માંગ કરી છે

ટંકારા તાલુકાના લજાઈ ગામના વતની ગૌતમભાઈ વામજાએ જીલ્લા કલેકટરને આવેદન પાઠવી જણાવ્યું છે કે સરકાર જો ખોટી જીદ નહિ છોડે અને ન કરે નારાયણ અને કોઈ અણછાજતું બનશે તો ગુજરાત સરકારની સંવેદના પર આંગળી ઉઠશે ગુજરાતને કલંક લાગશે જે આગામી ૪૮ કલાકમાં સરકાર હકારાત્મક વલણ અપનાવી હાર્દિક પટેલને પારણા નહિ કરાવવામાં આવે તો ગૌતમ વામજા તા. ૦૬ ના સવારથી લજાઈ ગામના તેમના નિવાસ સ્થાને ગાંધી ચિંધ્યા માર્ગે ૨૪ કલાકના ઉપવાસ પર બેસશે અને તેમના ઉપવાસના કાર્યક્રમમાં જનમેદની વધુ થાય અને કોઈ અવ્યવસ્થા સર્જાય તો જવાબદારી સરકારની રહેશે તેમ જાનાવીને વહેલી તકે હાર્દિકને પારણા કરાવી સરકાર સંવેદના દાખવે તેવી માંગ કરી છે

Comments
Loading...
WhatsApp chat