Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબીની સોસાયટીનો જાહેર રસ્તો બંધ કરી દેવાતા રોષ, લત્તાવાસીઓનો મોરચો

રસ્તો બંધ કરવા બાબતે નારાજ સ્થાનિકો મામલતદાર પાસે દોડી ગયા

 

મોરબીની એક સોસાયટીમાંથી બીજી સોસાયટીમાં જવાનો જાહેર રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હોય જે મામલે લત્તાવાસીઓ મામલતદાર કચેરી દોડી ગયા હતા અને જાહેર રસ્તો બંધ કરી દેવા બાબતે ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.

મોરબીની સોસાયટીનો રસ્તો બંધ કરી દેવા બાબતે સ્થાનિકોએ મામલતદારને લેખિત રજૂઆત કરી હતી જેમાં જણાવ્યું છે કે ૐ પાર્ક સોસાયટી, ગજાનંદ સોસાયટીમાંથી બધા જ લોકોને જવામાં અગવડતા પડે છે. આ સોસાયટીનો રસ્તો હરી ૐ સોસાયટીમાંથી જ તમામ સોસાયટીમાં જવા માટેનો જાહેર રસ્તો છે જે રસ્તાને હરી ૐ સોસાયટીવાળાએ બંધ કરી દીધો છે

જેથી બાળકોને સ્કૂલે જવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે આ સોસાયટીના રહીશો લોકોને રસ્તે જતા લોકોને ચાલવા દેવાની ના કહે છે તેમજ અડચણરૂપ અવરોધ ઉભા કરે છે તેમજ તેમણે કરેલા સ્પીડ બ્રેકર જેના લીધે વાહનો ચાલી સકતા નથી તે હટાવવા અને જાહેર રસ્તો બંધ કરી દેવાયો છે તે મામલે યોગ્ય પગલા ભરવાની  માંગ કરવામાં આવી છે.

Comments
Loading...
WhatsApp chat